સોજિત્રા તાલુકાના કાસોર તાબેના ખોડીયારપુરામાં અવકાશી પદાર્થ મળ્યાબાદ આજે વિરોલ ગામના શારદાપુરા વિસ્તારમાં પણ દોઢ ફૂટ જેટલો અવકાશી પદાર્થનો ટુકડો મળી આવ્યો હતો. સીમ વિસ્તાર હોવાથી આ ટૂકડો ક્યારે પડ્યો હતો તે કહેવું મુશકેલ છે. પરંતું ગ્રામજનોએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ આ વિસ્તારમાં આકાશમાં મોટો ઘડાકો થયો હતો. રવિવાર સાંજે ખેડૂતે આ ટૂકડો જોતાં જ ગામના આગેવાનોને વાત કરી હતી. આમ સોજિત્રા તાલુકાના 10 કિમીના એરીયામાં ત્રણ જગ્યાએ અવકાશી પદાર્થના ટુકડા મળી આવ્યા હતા. જેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
સોજિત્રાના કાસોર તાબે ખોડિયારપુરા અને ઉમરાવપુરા વિસ્ચતારમાંથી જુદા-જુદા બે અવકાશી પદાર્થ મળી આવ્યાં હતાં. જેની જાણ થતાં સોજિત્રા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ હર્ષદભાઈ પરમાર પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા. ગામના તલાટી કલ્પનાબેન તથા પૂર્વ સરપંચ કામતિબાઈ સાથે બેઠક કરીને અવકાશમાંથી પડેલા પદાર્થનું પચંનામું કરીને ઉપર મોકલી આપ્યું હતું.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા ઘડાકા થયા હતા ત્યારે અવકાશમાંથી છૂટાછવાયા ટૂકડાં પડ્યા હતા. જે હાલ જુદા-જુદા વિસ્તારમાંથી મળી આવે છે. વિરોલ શારદાપુરા સીમમાં એક ખેતરમાંથી દોઢ ફૂટ લાંબો અવકાશી પદાર્થનો ટૂકડો મળી આવ્યો છે. જેને લઈ આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. સતત બનતી ઘટનાઓ અંગે તંત્રએ નક્કર કારણ તત્કાલ જાણવું જરૂરી છે.
મધ્ય ગુજરાત સ્પેસ સેન્ટરની ધરી પાસે હોઈ, આ પ્રકારની ઘટના બની રહી છે
સ્પેનના રોકેટના સ્પેરપાર્ટ હોવાની સંભાવના છે. રોકેટની ગતિ પકડવા માટે ગોળાકાર સહિત સ્પેરપાર્ટ એલ્યુમિનિયમ સહિતના ધાતુનું બનાવેલું હોય છે. રોકેટને ગતિ આપવા અને દિશા બદલવા માટે વપારવામાં આવે છે. જે ગરમી પકડતા દિશા બદલાય છે. રોકેટથી સ્પેર છૂટા પડી જાય છે.
જોકે આ બાબતે જે તે દેશના વૈજ્ઞાનિકોએ રોકેટ છોડે ત્યારે તેની ગતિ, ગરમીનો અભ્યાસ કરીને દરિયામાં પડે તેવું આયોજન કરે છે. પરંતુ કયારેક ગણતરી ખોટી પડે ત્યારે પૃથ્વી પર પડે છે. ગુજરાતના મધ્ય વિભાગ સ્પેસ સેન્ટરની ધરી નજીકથી પસાર થતો હોવાથી આપણા વિસ્તારમાં ગોળા પડી રહ્યાં છે. > ભાવિન પટેલ, ખગોળ શાસ્ત્રના અભ્યાસુ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.