તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અલારસામાં અજાણ્યા વાહનની ટક્કરે સાત વર્ષના બાળકનું મોત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદના અલારસા ગામે કબ્રસ્તાન પાસે રોડ ઉપર સોમવાર બપોરના અઢી વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે જતાં અજાણ્યા વાહનના ચાલકે રસ્તો ક્રોસ કરતા સાત વર્ષના બાળકને ટક્કર મારતા બાળકને ગંભીર ઈજાઓ થતા તેને ત્વરીત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અલારસા ગામે ઈન્દિરા કોલોનીમાં રહેતા ચંપાબેન ભીખાભાઈ સોલંકી પોતાના પુત્ર મેહુલ ઉ.વ.7 સાથે કોસીન્દ્રા ગામની નહેર પર આવેલા ખેતરમાં મજુરીકામે ગયા હતા અને બપોરે અઢી વાગે તેઓ ટ્રેકટરમાં બેસી અલારસા ગયા હતા અને ટ્રેકટરના ચાલકે તેઓને ઈન્દિરા કોલોનીના કબ્રસ્તાન પાસે રોડ ઉપર ઉતાર્યા હતા. ત્યારે ચંપાબેન અને મેહુલ ટ્રેકટરમાંથી ઉતરી રસ્તો ક્રોસ કરતા હતા.

આંકલાવ તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે મેહુલનને ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બનાવ અંગે ચંપાબેન ભીખાભાઈ સોલંકીની ફરિયાદના આધારે બોરસદ સીટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...