તકેદારી:આણંદ સિવિલમાં મંકી પોકસ માટે અલગ વોર્ડ તૈયાર કરાશે

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • NRIની અવરજવર હોવાથી તકેદારી રખાશે

આણંદ શહેર અને જિલ્લામાં એનઆરઆઇ પરિવારોની અવરજવર છે. ત્યારે આફ્રિકા સહિતના દેશમાં મંકી પોક્સ વકર્યો છે. ત્યારે બહારથી આવતાં એનઆરઆઇને કારણે મંકી પોક્સ વાયરસના વધે તે માટે એનઆરઆઇ લોકોનો તાત્કાલિક તપાસ થઇ શકે તે માટે મંકી પોક્સ વોર્ડ આણંદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવા માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

મંજૂરી મળતાં વોર્ડ ઉભો કરાશે આણંદ જિલ્લામાં મંકી પોક્સ બિમારી ઘરના કરી જાય તે માટે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ત્યારે આણંદ શહેરની મિની સિવિલ હોસ્પિટલમાં મંકી પોક્સ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા જિલ્લા કલેકટરને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

હાલમાં કોરોના વોર્ડ આઇસોલેશન હોવાથી મંકી પોકસ દર્દીને કંઇ રીતે સારવાર આપવી તે માટે તબીબોની સમિતિ બનાવવા સહિતની તડામાર તૈયાર આરંભી દેવાઇ છે. આમ આણંદ શહેરમાં સાવચેતીના ભાગરૂપે મંજૂરી મળવાથી તાત્કાલિક ધોરણે આણંદ મિની સિવિલ હોસ્પિટલમાં મંકી પોક્સ વોર્ડ તૈયાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...