રાજકારણ:આણંદના વોર્ડ 5ની એક બેઠકની પેટા ચૂંટણી માટે રિપોર્ટ મોકલાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સભામાં ગેરહાજર રહેતા નગરસેવકને સસ્પેન્ડ કરાયા હતા
  • વિધાનસભાની ચૂંટણી બાદ મતદાન થવાની શક્યતા

આણંદનગરપાલિકાના વોર્ડ નં 5ના કાઉન્સિલર સામાન્ય સભામાં સતત ગેરહાજર રહેતાં જિલ્લા ક્લેકટર દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. જેનો રિપોર્ટ ચીફ ઓફિસરે રાજયના ચૂંટણી આયોગને મોકલી અાપ્યો છે. જેની મંજૂરી મળવાથી વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ આણંદ નગરપાલિકાના વોર્ડ નં 5 માં ચૂંટણી યોજાઇ તેવી શક્યતા વર્તાઇ રહી છે. જો કે આણંદ પાલિકા તંત્રએ ચૂંટણી લક્ષી તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. મુજબ આણંદ નગરપાલિકાના વોર્ડ નં 5ના કાઉન્સિલર સોહેલસફી મહંમદ વ્હોરા આણંદ નગરપાલિકાની ઘણા સમયથી સામાન્ય સભામાં સતત ગેરહાજર રહ્યાં હતાં.

આખરે રજૂઆતના આધારે રિપોર્ટ જિલ્લા ક્લકેટર મનોજ દક્ષિણીને મોકલવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે જિલ્લા ક્લેકટર કારણદર્શક નોટીસ ફટાકારીને સસ્પેન્ડનો હુકમ કર્યો હતો.જો કે વિધાનસભાની ચૂંટણી પગલે આણંદ જિલ્લા ક્લકેકટરની બદલી થતાં પાલિકા સસ્પેન્ટનો રિપોર્ટ પહોંચ્યો ન હતો. પરંતુ નવા ક્લેકટરે તાત્કાલિક ધોરણે રિપોર્ટ પાલિકામાં મોકલી આપ્યો હતો.

આ અંગે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલે જણાવ્યું હતું. કે. વોર્ડ નં 5ના કાઉન્સિલર સસ્પેન્ડનો રિપોર્ટ આવતાંની સાથે રાજયના પંચાયતઅધિનિયમ મુજબ ચૂંટણી વિભાગને મોકલી આપ્યો છે. જેની મંજૂરી આવતાંની સાથે વોર્ડ નં 5 ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોવાથી ચૂંટણી બાદ પાલિકાના વોર્ડ નં 5માં ચૂંટણી યોજવા માટે મંજૂરી મળે તેવી શક્યતા વર્તાઇ છે.

અન્ય સમાચારો પણ છે...