રેસ્ક્યૂ:ડાકોર રામજીમંદિરમાંથી દુર્લભ સાપનું રેસ્ક્યૂ કરાયું

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાકોરના રામજી મંદિરમાં 16 ઇંચ લંબાઈના રેખાંકિત કુકરી (સ્ટ્રીકડ કૂકરી અથવા રસેલ કૂકરી) સાપ દેખાતા નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 16 ઇંચના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કોર્ટ રોડ ઉપર આવેલ રામજી મંદિરમાં સાંજના 7 વાગ્યાની આસપાસ સાપ આવી જતાં તેની જાણ નેચર હેલ્પ ફાઉન્ડેશનને કરવામાં આવી હતી.

સંસ્થામાંથી અજય જોશી સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરતા બિનઝેરી અને બિનહાનિકારક પ્રજાતિનો સાપ હોવાનું જણાવ્યું હતું. સ્ટ્રીક્ડ કુકરી સાપ (ઓલિગોડોન ટેનીયોલેટસ) એશિયામાં જોવા મળતા બિનઝેરી સાપની એક પ્રજાતિ છે. તેને વેરિગેટેડ કુકરી અથવા રસેલ કુકરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

16 ઇંચનો આ સાપ ભાગ્યે જ જોવા મળતો હોય છે. માનવ વસ્તીથી દૂર અને પાણીની નજીક રહેવું પસંદ કરે છે. આ સાપની મહત્તમ લંબાઈ બે ફૂટ જેટલો જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે 12 ઇંચ થી 18 ઇંચ સુધી જોવા મળે છે તેમ જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળ પછી હિમાલય અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જોવા મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...