પ્રાકૃતિક ખેતી:આણંદના ચીખોદરાના પ્રગતિશીલ ખેડૂતે નવો અભિગમ અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાણ-ગૌમૂત્રમાંથી તેઓ જાતે જ ખાતર અને જીવામૃત બનાવે છે, જેથી કરીને ઓછા ખર્ચે ખેતી થાય છે
  • પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ ખેતપેદાશોના ભાવ પણ સારા મળે છે અને પાકમાં રોગચાળો તેમજ જીવાતો પણ નહિવત આવે

રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનઉપજાઉ અને ઝેરી બનતી જાય છે તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. આજે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોના કારણે લોકો અનેક રોગના ભોગ બની રહ્યા છે, આવા સમયે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે.આજે સમગ્ર દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી જીરો બજેટ ખેતીથી પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર હોવાનું સરકાર પણ પ્રચાર કરી રહી છે. ત્યારે શ્વેત ક્રાંતિથી દુનિયાભરમાં જાણીતું આણંદ પણ આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી જમીન અને જનતા બંનેના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યું છે.

ચિખોદરા ગામના સુસ્મિતભાઈ મણિભાઈ પટેલ છેલ્લા 6 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે.તેમની પાસે 14 વીઘા જમીન છે. હું છેલ્લા 32 વર્ષથી ખેતી અને પશુપાલન કરે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તે પહેલા તે બીજા ખેડૂતોની જેમ ખેતી માટે રાસાયણિક ખાતર-દવાનો ઉપયોગ કરતો હતો.

પ્રાકૃતિક ખેતીની શરૂઆત બાબતે સુસ્મિતભાઈ જણાવે છે કે મેં વડતાલ સ્વામિનારાયણ મંદિર અને દાસ્તાન ફાર્મ અમદાવાદ ખાતે સુભાષ પાલેકર પાસેથી તાલીમ લીધા બાદ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં તકલીફો પડી, પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે ઉત્પાદન સાવ ઓછું આવ્યું, પરંતુ તેઓએ અડગ રહી મહેનત અને ધીરજથી કામ વધાર્યું. જેના પરિણામે આજે તેઓ મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.

સુસ્મિતભાઈ વધુમાં જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાય હોવી જરૂરી છે. મારી પાસે ગાયો છે, જેના છાણ-ગૌમૂત્રમાંથી તેઓ જાતે જ ખાતર અને જીવામૃત બનાવે છે, જેથી કરીને ઓછા ખર્ચે ખેતી થાય છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર દર મહિને ગાયના નિભાવ ખર્ચ માટે ગાય દીઠ 900 રૂપિયા સહાય આપે છે. પ્રાકૃતિક ખેતીમાં દવા-ખાતરનો ખર્ચો થતો નથી અને મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. વળી પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ ખેતપેદાશોના ભાવ પણ સારા મળે છે. પ્રાકૃતિક ખેતીના પાકમાં રોગચાળો અને જીવાતો પણ નહિવત આવે છે. જેવી રીતે આપણાં શરીરને કેમિકલવાળી વસ્તુઓ નુકશાન કરે છે અને પાચન થતી નથી તેવી જ રીતે જમીનને પણ રસાયણ પાચન થતાં નથી. કેમિકલવાળા ખાતરથી જમીનના સારા તત્વો નીકળી જાય છે જ્યારે ગાય આધારિત ખેતીના કારણે જમીન સજીવ રહે છે.

સુસ્મિતભાઇ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું હતું કે જમીન આપણી માતા છે તેને આપણે સુધારવી જોઈએ. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર બની પ્રધાનમંત્રીના ”આત્મનિર્ભર ભારત” ના સ્વપ્નને સાકાર કરવા સહયોગ આપવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...