તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:આણંદમાં 25 મી જૂને ડાક અદાલતનું આયોજન કરાયું, ફરિયાદો 20 જૂન સુધીમાં મોકલવી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આણંદ વિભાગની ટપાલ સેવાને લાગતાં પ્રશ્નોના નિરાકરણ માટે સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ આણંદ ડિવિઝન ખાતે 25મી જૂન 2021ના રોજ સવારે 11 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઆે અને પોસ્ટને લગતા અન્ય મુદ્દાઆે સંબંધિત ફરિયાદો સાંભળીને નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો ગ્રાહક સેવા કેન્દ્વ ઓફિસ ઓફ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ આણંદ ડિવિઝનને મોડામાં મોડી 20 જૂન સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારીત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહી. પોસ્ટને લગતી કોઇપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તે 20 જૂન સુધીમાં ફરિયાદ મોકલી આપે, અને તેઓની રજૂઆત યોગ્ય હશે નિકાલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...