કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં 1 માસ બાદ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18મી ઓગસ્ટે આણંદમાં બે પોઝિટીવ કેસ નોંધાયા હતા

આણંદ જિલ્લામાં છેલ્લા એક માસથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. તેમજ છેલ્લા 22 દિવસમાં એક પણ કોરોના દર્દી સારવરા હેઠળ હતો નહી. એક માસ બાદ પુન: શનિવારના રોજ કરમસદ ગામના 72 વર્ષના વૃધ્ધોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ હજુ પણ કોરોના વાયરસ ગયો નથી. ત્યારે તહેવારોની ઉજવણીમાં તકેદારી રાખવી જરૂરી છે. જો કે હાલમાં વેક્સિન અભિયાન તેજ બનાવીને લગભગ જિલ્લામાં 14 લાખ ઉપરાંત લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં છેલ્લે 18મી ઓગસ્ટના રોજ બે પોઝિટીવ કેસ નોંધાયા હતા. તેમજ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહેલા એક દર્દી 29મી ઓગસ્ટના રોજ કોરોના મુકત બન્યો હતો. ત્યારબાદ જિલ્લામાં એકપણ કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર હેઠળ ન હતા. જેના કારણે સૌ કોઇ હાશકારો અનુભવી રહ્યાં હતા.

જો કે હાલમાં તહેવારાની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ડોકટરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવા પર ભાર મુકયો છે. આણંદ જિલ્લામાં શનિવારે કરમસદ ગામે 72 વર્ષના વૃધ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બહાર ગામ ગયા નથી તેમ છતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...