તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પેટલાદમાં 50 હજારની લાંચ માંગનાર પોલીસ કર્મી પકડાયો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદ LCBએ ઝડપી ખેડાને સોંપવાની કવાયત હાથ ધરી

પેટલાદ શહેરમાં પ્રેમલગ્ન બાબતે કરાયેલા સોગંદનામામાં યુવકની પત્નીએ ખોટું સોગંદનામું કરી પોતાના પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાની બાબતે કરાયેલી અરજીમાં ફરિયાદ ન કરવા સારૂં એલઆરડી મહીપતસિંહ પ્રવિણસિંહ વતી રૂપિયા 50 હજારની લાંચ લેતાં વચેટીયાને નડિયાદ એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. જોકે, હાલમાં મુખ્ય સુત્રધાર મહીપતસિંહ ફરાર છે. તે આખરે પાંચ દિવસ બાદ આણંદ એસીબી બાતમીના આધારે તેના નિવાસસ્થાને ઝડપી પાડયો હતો. પેટલાદ શહેરમાં રહેતા એક અરજદારે પ્રેમ લગ્ન કર્યા હતા.

જેને લઈને તેઓની પત્નીના પિતા એટલે કે સસરાએ પેટલાદ શહેર પોલીસ મથકમાં પ્રેમ લગ્ન કરનારા યુવક-યુવતી વિરૂદ્ધ અરજી કરી હતી. તે સંદર્ભમાં પોલીસ કોન્સ્ટેબલ મહીપતસિંહે લાંચની રકમ તેના વચેટિયા રાહુલ રામજી રબારીને આપી દેવાનું કહેતા જ ફરિયાદીએ રૂપિયા 50 હજાર રાહુલ રબારીને આપી દીધા હતા. તે સાથે જ એસીબીની ટીમે છાપો માર્યો હતો.

જોકે એસીબીની ટીમ ત્રાટકી હોવાની ગંધ આવી જતાં પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા હતા. પાંચ દિવસથી નાસ્તો ફરતો હતો. આખરે પોલીસ કોન્સ્ટેબલ મહીપતસિંહ આણંદ એસીબીને બાતમી મળી હતી કે પો.કો મહીપતસિંહ તેના ઘરે આવનાર છે.તે બાતમીના આધારે આણંદ એસીબીએ તેના ઘરેથી ઝડપી પાડયો છે.ખેડા એસીબીને સોંપવાની તજવીજ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...