• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Police Complaint Was Lodged After A Clip Of Child Pornography Was Found In The Mobile Of A Person From Dahemi Village Of Borsad.

અશ્લીલ વીડિયો શેર કરનારાની ધરપકડ:બોરસદના દહેમી ગામના શખ્સના મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ક્લીપ મળી આવતાં પોલીસ ફરિયાદ

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હોવાનું ધ્યાને આવ્યું
  • બોરસદ ગ્રામ્ય પોલીસે મોબાઇલ કબજે લઇ તપાસતાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ક્લીપ મળી

બોરસદ ગ્રામ્ય પોલીસે દહેમી ગામના શખ્સનો મોબાઇલ કબજે કરી તપાસ કરતાં તેમાં ચાર જેટલી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મળી આવ્યા હતાં. આ અંગે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ શખ્સે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું, જેના પગલે તેના અટકાયત કરવામાં આવી હતી.

બોરસદના શખસે ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસને તપાસ સોંપતાં દહેમી ગામના દીપક પરષોત્તમ પટેલ નામના શખ્સના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પોલીસે તેની અટકાયત કરી મોબાઇલ કબજે લેતાં તેમાં તપાસ કરતાં ચાર જેટલી ક્લિપીંગ મળી આવી હતી. આ અંગે દીપકની પૂછપરછ કરતાં તેણે સોશિયલ મીડિયામાંથી વીડિયો શેર થયેલો મળ્યો હોવાનું કબુલ્યું હતું. આ અંગે પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...