તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:ગોરાડમાં પરિણતાના ઘરમાં ઘૂસી માથાભારે શખ્સે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

તારાપુરના ગોરડામાં ઘરે એકલી રહેલી પરિણીતાને પલંગ પર નાંખી મોંઢું દબાવી ગામના નરાધમે જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. આ અંગે પરિણીતાએ તારાપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તારાપુર પંથકમાં આ ઘટનાને લઈ ચકચાર મચી છે.

તારાપુરના ગોરાડ ગામે માથાભારે શખસે એક પરિણીતા પર દૂષ્કર્મ આચરતા ગામમાં ભારે હોહા મચી ગઈ છે. 17મી જૂનના રોજ રાત્રે ઘરે એકલી રહેલી પરિણીતાને ધક્કો મારી પલંગ પર નાંખી તેના પર બેંસી મોઢુ દબાવી જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. પરિણીતાના પતિ ઘરે નહતા અને અન્ય પરિવારજનો ઘરની બહાર સૂઈ રહ્યા હતા. એ દરમિયાન ગામના જ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો નરાધમ યુવક માલદેવસિંહ ધીરુભાઈ ગોહિલે દુષ્કર્મ કર્યું હતું.

આ અંગે પરિણીતાએ તારાપુર પોલીસ મથકે માલદેવસિંહ ગોહિલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર પરણીતા ને મેડિકલ ચેકઅપ સહિતની કાયદાકીય પ્રક્રિયા મુજબ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ ફરિયાદ થતાં જ હવસખોર ફરાર થઈ ગયો

ગામની પરણીતા ઉપર જાતીય અત્યાચાર કરી નરાધમ કાયદા ના ડર થી ભાગી ગયો છે.તારાપુર પોલીસે પણ આ નરાધમને ઝડપવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ ટીમ કામે લગાડી તમામ સ્તરે પ્રયત્નો શરૂ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...