આત્મવિશ્વાસ કઈ બાબતમાં છે, એ બાબત જોઈને પોતાનું ધ્યેય નક્કી કરવું. અત્યારે તરુણ અને યુવા અવસ્થામાં જ્યાં જ્યાં પોતાની શક્તિનો વ્યય થાય છે એવા વ્યસનો, ખરાબ સોબતથી દૂર રહેવું, એ ચોઇસ અત્યારે કરવાનો રાઈટ સમય છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે, કે આજનો યુવાન સરેરાશ ચાર કલાક મોબાઈલ સ્ક્રીન પાછળ કાઢે છે.
પરંતુ એમાં વિવેક રાખીને પોતાના કામમાં આવે એ સિવાય એનો ઉપયોગ ન કરવો એ હિતાવહ છે. આજે "લાલ બટન અને લીલું બટન" કહેતા "યુ ટ્યુબ અને વોટ્સઅપ" પાછળ યુવા પેઢી દોડી રહી છે. આવા ડિજિટલ ડીવાઈસના અતિરેકથી યુવાપેઢી માનસિક રોગોના શિકાર બની રહી છે. તેમ રાઇટ ટાઇમ- રાઇટ ચોઇસ વિષય પર આણંદ અક્ષરફાર્મ ખાતે યોજાયેલ સેમિનારમાં બી.એ.પી.એસ. મોટીવેશનલ સ્પીકર ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રેરક વક્તવ્ય જણાવ્યું હતું.
તેમણે સેમિનારના મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે “ દરેક વ્યક્તિમાં નાની મોટી આવડત, કળા, શ્રધ્ધા હોય છે. દરેકને જીવનમાં સંતોષ, સફળતા જોઈએ છે. જેમાં યોગ્ય સમયે યોગ્ય પસંદગી થાય તો જ સફળતા પ્રાપ્ત થાય છે, એમાં "યોગ્ય સમયે યોગ્ય પસંદગી" એ ઘણી અગત્યની બાબત હોય છે.
વ્યક્તિ આવડતવાળી, કાબેલ હોય પણ આંખ, કાન, બુદ્ધિ વગેરે ખૂબ જાગૃત હોય, સારા વિચારો મળે એવા વાતાવરણમાં ઉછેર હોય તો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. થોડીક પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એટલે માર્ગ છોડે એને "યુવાન" ન કહેવાય. UPSC ના સંદર્ભે પણ જીલ્લા કલેકટર ડી. એસ. ગઢવીએ વિદ્યાર્થીઓ ને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.