ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020ની જાહેરાત કરવામાં આવ્યા બાદ તે અંતર્ગત સૂચવેલા માળખાકીય બદલાવ સમગ્ર ભારતની વિવિધ યુનિવર્સિટીમાં થવા લાગ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020ના અમલીકરણ માટે સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ વિવિધ પગલાં લીધા છે. જે અંતર્ગત National Education Policy Cell, Research and Development Cell વગેરેની સ્થાપના કરવામાં આવી છે. આજ દિશામાં સંશોધન ક્ષેત્રે આવી રહેલા બદલાવ વિષે વિસ્તૃત ચર્ચા કરવા સરદાર પટેલ યુનિવર્સિટીના IQAC, NEP Cell અને Research and Development Cell દ્વારા “Restructuring Research Paradigms: NEP–2020” થીમ પર એક દિવસીય વર્કશોપનું આયોજન “આદિ શંકરાચાર્ય હોલ” ખાતે કર્યું હતું.
ત્રણ સત્રમાં વર્કશોપ યોજાયો
આ વર્કશોપમાં સરદાર પટેલ યુનિવર્સિટિના વિવિધ વિભાગના અધ્યક્ષો, RACના સભ્યો, વિવિધ વિભાગના અધ્યાપકો તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર વર્કશોપ ત્રણ સત્રમાં યોજાયો હતો.
વર્કશોપની મૂળ થીમ વિષય વિષે માહિતી આપી
સરદાર પટેલ યુનિવર્સિટિના કા. કુલપતિ પ્રો. નિરંજન પટેલ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ આગામી સમયમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં કેવી રીતે કાર્યરત થશે તે વિષે વાત પોતાના પ્રાસંગિક સંબોધનમાં કરી હતી. NEP Cellના નોડલ અધિકારી પ્રો. શિવાની મિશ્રા દ્વારા સમગ્ર વર્કશોપની મૂળ થીમ વિષય વિષે માહિતી આપી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વર્કશોપના મુખ્ય વક્તા અને IQACના સલાહકાર પ્રો. એન. વી. શાસ્ત્રીએ રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સૂચવાયેલા સંશોધન અંગે તથા રિસર્ચ સેલનું ગઠન તથા તેની વિવિધ તબક્કાની કામગીરી વિષે વિગતે ચર્ચા કરી હતી.
વિવિધ અગ્રણીઓએ પોતાના વિષય અંગે વિસ્તૃત ચર્ચા કરી
RAC અંતર્ગત બનેલી ફાઇનાન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટીના સયોજક પ્રો.એ.એચ.હસમાણી, રિસર્ચ પ્રોગ્રામ એન્ડ પોલિસી ડેવલપમેંટ કમિટીના સંયોજક ડૉ. કિંજલ આહિર, કોલબરેશન એન્ડ કોમ્યુનિટી કમિટીના સયોજક બી.જી.થોમસ, પ્રોડક્ટ ડેવલપમેંટ, મોનિટરિંગ એન્ડ કોમર્સિયલાઇઝેશન કમિટીના સયોજક પ્રો. યોગેશ જોશી અને આઇપીઆર, લીગલ એન્ડ એથિકલ મેટર્સ કમિટીના સંયોજક પ્રો.સૌરભ સોનીએ પોતાને સોંપાયેલા વિષય વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી.
અધ્યાપકોએ વિવિધ પ્રશ્નો પૂછીને શંકાનું સમાધાન કર્યું
અંતમાં પ્રશ્નોતરી માટે સત્રને ખુલ્લુ મૂક્યું હતું. જેમાં અધ્યાપકોએ વિવિધ પ્રશ્નો પૂછીને શંકાનું સમાધાન કર્યું હતું. Research and Development Cellના ડાયરેકટર પ્રો. સુનિલ ચાકીએ સમગ્ર વર્કશોપના સાર રૂપે પોતાની વાત રજૂ કરી હતી. અંતે, પ્રો. કિરીટ લાડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.