તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A One day National Level Interdisciplinary Seminar Will Be Held On March 6, A Joint Venture Of Indian Science Congress Association And Sardar Patel University.

આયોજન:ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાનો એક દિવસીય આંતરવિદ્યાકીય પરિસંવાદ 6 માર્ચના રોજ યોજાશે

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશનની સ્થાપના 1914માં કરવામાં આવી હતી
  • દર વર્ષે તા.3થી 7 જાન્યુઆરી દરમિયાન એસોસિએશન દ્વારા દેશના જુદા-જુદા ભાગોમાં અધિવેશન યોજાય છે

આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંશોધનમાં ખ્યાતિ પ્રાપ્ત સરદાર પટેલ યુનિવર્સિટીને ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશનના બરોડા ચેપ્ટર દ્વારા રાષ્ટ્રીયકક્ષાના એકદિવસીય આંતરવિદ્યાકીય પરિસંવાદનું આયોજન કરવા માટેનું નિમંત્રણ પ્રાપ્ત થયું છે. નવી શિક્ષણનીતિના અમલીકરણ અને તેમાં વિશેષ રીતે ધ્યાન આપવામાં આવેલ આંતરવિદ્યાકીય સંશોધનથી અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ આંતરવિદ્યાકીય સંશોધનથી અવગત થાય અને આવા સંશોધન માટે પ્રોત્સાહિત થાય તેવી દીર્ઘદૃષ્ટિથી રાષ્ટ્રીયકક્ષાના એકદિવસીય આંતરવિદ્યાકીય પરિસંવાદનું ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશનના બરોડા ચેપ્ટર અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે.

આ પરિસંવાદ તારીખ 6 માર્ચ 2021 (શનિવાર)ના રોજ અનુસ્નાતક રસાયણશાસ્ત્ર વિભાગના પ્રેક્ષકગૃહ (ઓડીટોરીયમ)માં યોજાશે. સંશોધનને પ્રોત્સાહન પૂરૂ પાડવાના ઉમદા આશય સાથે આ પરિસંવાદનો મુખ્ય વિષય "પેરાડાઈમ એન્ડ ઓપર્ચ્યુનિટીઝ ફોર ક્રોસ ડીસીપ્લીનરી રિસર્ચ ઇન સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ વિથ અ ફોકસ ઓન નેશનલ ડેવલોપમેન્ટ" એવો રાખવામાં આવેલ છે. આ પરિસંવાદમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિવિધ વિષયોના 125 જેટલા પ્રાધ્યાપકો અને પી.એચ. ડી.ના સંશોધનાર્થીઓ ભાગ લેશે. આ પરિસંવાદમાં અનેક વિષયના વિદ્વાન તજજ્ઞો સંશોધનને પ્રોત્સાહક વ્યાખ્યાન આપશે, ઉપરાંત વિષયને અનુરૂપ ચર્ચા-વિચારણા કરવામાં આવશે, આ સમગ્ર કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટીના ફેસબૂક પેજ પર જીવંત (Live) જોઈ શકાશે.

ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશનની સ્થાપના 1914માં કરવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે તા.3થી 7 જાન્યુઆરી દરમિયાન એસોસિએશન દ્વારા દેશના જુદા-જુદા ભાગોમાં અધિવેશન યોજવામાં આવે છે. આ અધિવેશનનું માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવતું હોય છે અને અધિવેશનના વિષયને ધ્યાનમાં લઈને વિદ્વાનો દ્વારા ચર્ચા-વિચારણા અને મનોમંથન કરવામાં આવતું હોય છે.

આ એસોસિએશન સાથે 50,000 કરતાં પણ વધુ વિદ્વાનો આજીવન સભ્ય તરીકે જોડાયેલા છે. આ એસોસિએશનના દેશમાં 25 ચેપ્ટર આવેલા છે, જેમાંનું એક બરોડા ચેપ્ટર છે. બરોડા ચેપ્ટર યુવાનોમાં સંશોધન પ્રત્યેની જાગૃતિ કેળવવા અને સંશોધનની પ્રેરણા પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે જે માટે અનેક પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે, જે યુવાન સંશોધકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...