તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને નોટિસ ફટકારી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાયોનિયર હાઈસ્કુલ પાસે મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા રહીશો ચોંક્યા

આણંદની હોસ્પિટલમાંથી એકત્ર કરવામાં આવતાં બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાને બદલે જાહેરમાં મેડિકલ વેસ્ટ નાંખવાનો સિલસિલો યથાવત રહ્યો હોય છે.ત્યારે પાયોનિયર હાઈસ્કુલ પાસે પાલિકાના પ્લોટમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા અહીથી પસાર થતા રહીશો ચોંકી ઉઠયા હતા.

આ અંગે પાલિકાને ફરિયાદ કરાતાં ટીમો સ્થળ પર પહોંચી જઈને મેડિકલ વેસ્ટ જથ્થો ઉપાડી સલામત સ્થળે ખસેડી લીધા બાદ મેડિકલ વેસ્ટ ફેકનાર તબીબને નોટિસ ફટકારી હતી.બીજી તરફ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાનો સિલસિલો યથાવત હોવા છતાંય પાલિકાએ દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાને બદલે નોટિસ ફટકારી સંતોષ માનવામાં આવી રહ્યો છે.

આણંદ પાલિકાના સેનેટરી વિભાગના મિલનભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા કોરોના કહેરના પગલે રોગચાળો વધુ ફેલાય નહીં તે માટે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ નહીં ફેંકવા માટે શહેરની તમામ હોસ્પિટલ ધારકોને આણંદ પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.ત્યારે આણંદ પાયોનિયર હાઈસ્કુલ સામે પ્લોટમાં કોઈ અજાણ્યા ઈસમે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા અહીથી પસાર થતા રહીશોદ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

આથી પાલિકાની ટોમો સ્થળ પર પહોંચી મેડિકલ વેસ્ટ નાંખવામાં આવતાં આજુબાજુમાં પુછપરછ કરવામાં આવતાં ડો.કમલેશ મર્ચન્ટના દવાખાનાથી ફેંકવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતુ.આથી પાલિકાએ તબીબને નોટિસ ફટકારી હતી.વધુમાં સેનેટરી વિભાગના ચેરમેન હિતેષભાઈ પટેલે (ભાણાભાઈ)જણાવેલ કે તંત્ર દ્વારા હવે જાહેરમાં બાયો મેડીકલ વેસ્ટ ફેકનારને નોટિસની સાથે દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...