તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આણંદમાં બનશે નવું મહેસુલી ભવન 19 કરોડના ખર્ચનો અંદાજ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીટી અને તાલુકા મામલતદાર, પ્રાંત કચેરી સહિતની ઓફિસો માટે નવા ભવનનું આયોજન કરવામાં આવ્યું

આણંદ શહેરના વધતા જતાં વ્યાપ અને વિસ્તારને ધ્યાને લઇને નવા સેવાસદનમાં આવેલી પ્રાંત સહિતની કચેરીમાં અરજદારો મોટી સંખ્યામાં આવતાં હોય છે. ત્યારે અરજદારોનું ભારણ ઘટાડવા તેમજ તાલુકાના અલગ મહેસુલી ભવન બનાવવા માટે રાજય સરકાર દ્વારા મંજૂરી મળી હોવાથી આણંદ માર્ગ મકાન વિભાગ દ્વારા આણંદમાં 19 કરોડના ખર્ચે નવું મહેસુલી ભવન બનાવવામાં આવશે. આ માટે એસ્ટીમેટ સહિત પ્લાન તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

આણંદ માર્ગ મકાન વિભાગના મદદનીશ ઇજનેર જીતેન્દ્ર ભરાડીયાએ જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં મહેસુલી ભવન બાંધકામની મંજૂરી મળી ગઇ છે. નવું મહેસુલી ભવન આણંદ-સોજીત્રા રોડ પર આવેલા મધુભાન રિસોર્ટની સામે આવેલી જગ્યામાં રૂા 19 કરોડના ખર્ચે બનાવાશે. જેમાં પ્રાંત કચેરી, શહેર મામતદાર અને તાલુકા મામલદાર, મહેસુલ વિભાગ, જનસંપર્ક સહિતની કચેરીઓ ઉભી કરવામાં આવશે. હાલમાં મકાનના બાંધકામ માટે એસ્ટીમેટ, પ્લાન અને ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી પૂર્ણ થયા બાદ બાંધકામ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...