કાર્યવાહી:આણંદમાં ગાયો પકડવા માટે નવો કોન્ટ્રાકટ અપાશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાયો પકડતી ટીમોના મજૂરો હાજર ન થતાં કાર્યવાહી

શહેરમાં રખડતી ગાયો પકડવાનું બંધ કરી દેવાતાં બોરસદ ચોકડી વિસ્તાર,ગણેશ ચોકડી પાસે, મહાવીર ઝુપડ પટ્ટી રોડ સહિત શહેર અન્ય જગ્યાએ રખડતી ગાયો અડીંગો જમાવી દેતી હોય છે.જેના લીધે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.આણંદ પાલિકાએ રખડતી ગાયો પકડવા કોન્ટ્રાકટ પણ આપવામાં આવ્યો હતો.માત્ર દેખાડો પૂરતુ એક અઠવાડિયું ગાયો પકડવાનું નાટક કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સો ફુટ રોડ પર મારમારવાની ધટના બનતાં કોન્ટ્રાકટરના મજૂરી ભાંગી ગયાં હતા. જેથી રખડતી ગાયો પકડવાની કામગીરી બે હાથ જોડીને બેસી રહેવાનો વારો આવ્યો હતો.આ અંગે આણંદ પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે,પાલિકા દ્વારા શહેરમાં રખડતી ગાયો પકડવા માટે ટુંક સમયમાં નવેસરથી કોન્ટ્રાકટ અપાશે.

અન્ય સમાચારો પણ છે...