અકસ્માત:પેટલાદના દંતેલી ગામ પાસે રોડ ક્રોસ કરતાં કારની ટક્કરે મિની ટ્રક ચાલકનું મોત

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મિની ટ્રકનું વ્હીલ બદલવા લીધેલું પાનું આપીને પરત ફરતા સમયે કાર હડફેડે મોત

પેટલાદના દંતેલી ગામ પાસેથી પસાર થતાં ધર્મજ- તારાપુર રોડ પરના બ્રિજ ચડતા પહેલા પુરપાટ ઝડપે જતી કારે રોડ ક્રોસ કરી રહેલા મિની ટ્રકના ચાલકને ટક્કર મારતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

સુરેન્દ્રનગરના થાનગઢ ગામે ખોડીયાર સોસાયટીમાં રહેતા લાભુભાઈ ઉકાભાઈ આલની માલીકીની મિનિટ્રક પર કાનજીભાઈ મેરાભાઈ ધ્રોપાળ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. તેઓ 31મી ડિસેમ્બરના રોજ મોરબીથી ટાઇલ્સભરીને વડોદરા જતા હતા તે સમયે તારાપુર - ધર્મજ રોડ પર દંતેલી ગામ પાસે મિનિટ્રકનું ટાયર ફાટી ગયું હતું. જેથી તેઓએ મિનિટ્રક રોડની સાઇડમાં પાર્ક કરી લાભુભાઈને જાણ કરી હતી. આથી, લાભુભાઈ બીજા દિવસે ટાયર લઇને સ્થળ પર પહોંચ્યાં હતાં. જોકે, ટાયર બદલવા પાનુ ન હોવાથી તેઓએ અન્ય એક મિનિટ્રકને રોકી તેનું પાનુ લીધું હતું. બાદમાં ટાયર બદલ્યું હતું.

મિનિટ્રકનું ટાયર બદલ્યા બાદ કાનજીભાઈ પાનુ આપીને રોડ ક્રોસ કરીને પરત આવી રહ્યાં હતાં. તે સમયે ત્યાંથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાળા કલરની કારના ચાલકની બેદરકારીના કારણે કાનજીભાઈ હડફેટે ચડી ગયાં હતાં. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કાનજીભાઈ ફંગોળાયાં હતાં અને તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા કાળા કલરની કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...