મોગરી ગામના અમરસિંહ રણછોડભાઈ જાદવ શ્રીજી વોટર સપ્લાયમાં છેલ્લાં પાંચ વર્ષથી પાણીના જગ દુકાનમાં પહોંચાડવાની નોકરી કરે છે. શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ જનતા ચોકડી પાસેની સામેની દુકાનમાં બંને હાથમાં પાણીના જગ આપવા જતા હતા. જેને પગલે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા.
એ જ સમયે આણંદ તરફથી કરમસદ તરફ જતી પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેમને ટક્કર મારી હતી. જેને કારણે તેઓ રોડ પર પટકાયા હતા અને ટ્રકનું આગળનું વ્હીલ તેમના પર ફરી વળતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આ અંગેની જાણ રિક્ષા ડ્રાઈવિંગ કરી જીવન ગુજરાન ચલાવતા તેમના ભાઈ સુરેશભાઈ જાદવને જણાવતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. અમરસિંહ અપરણિત હતા અને તેઓ સુરેશભાઈ જાદવ સાથે રહેતા હતા. પોલીસે આ મામલે ટ્રક ચાલકને ઝડપી પાડી તેના વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.