જીવલેણ હુમલો:ખંભાતના ગુડેલ ગામે અજાણ્યા વાહન ચાલકે આધેડને અડફેટે લેતા મોત

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખંભાતના ગુડેલ ગામે રહેતા 55 વર્ષિય આધેડ સાયકલ લઇ ખેતરમાં ગયા હતા. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
અકસ્માત થતા આધેડ રોડની સાઈટમાં ગટરમાં પડ્યા હતા
​​​​​​​
ગુડેલ ગામે રહેતા ખોડુભાઈ હિંમતસંગ ગોહિલના ભત્રિજા જશુભાઈ જેઠીભાઈ ઉર્ફે મખુભાઈ ગોહિલ (ઉ.વ.55) 24મી નવેમ્બરના રોજ રાત્રે જમી પરવારી ખેતરમાં ડાંગર કાપી ઝુડેલી પડી હોવાથી સાયકલ લઇને આંટો મારવા ગયાં હતાં. જોકે, મોડી રાત સુધી પરત ન આવતા તેમના પુત્રએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં ખંભાત - ગોલાણા રોડ પર તામસાના પાટીયા નજીક રસ્તામાં રોડની બાજુમાં તેમની સાયકલ તુટેલી પડેલી મળી આવી હતી. આસપાસમાં તપાસ કરતા તેઓ રોડની સાઇડમાં ગટરમાં જશુભાઈ પડ્યાં હતાં. જેમની તપાસ કરતાં તેઓ મૃત્યું પામ્યાં હતાં. કોઇ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી હોવાથી તેના કાચના ટૂકડા પણ પડેલા જોવા મળ્યાં હતાં. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...