અકસ્માત:ઉમરેઠના પરવટા પાસે બાઇકે હડફેટે લેતાં આધેડનું મોત, અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિ પણ ઘવાયાં

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠ પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઉમરેઠના પરવટા ગામમાં બસ સ્ટેન્ડ પાસે પુરપાટ ઝડપે જતી બાઇકે આધેડને હડફેટમાં લેતાં તેમનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ ઉપરાંત બાઇક સવાર બે વ્યક્તિ પણ ઘવાયાં હતાં. આ અંગે ઉમરેઠ પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરવટા ગામે રહેતા ગોપાલભાઈ પુનમભાઈ રાઠોડ (ઉ.વ.45) 25મી નવેમ્બર,21ની સાંજના ખેતરમાંથી ઘર તરફ જવા નિકળ્યાં હતાં. તેઓ સાતેક વાગ્યાના સુુમારે ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં હતાં તે સમયે લીંગડા રોડ તરફથી પુરપાટ ઝડપે આવેલી બાઇકના ચાલકની બેદરકારીના કારણે ગોપાલભાઈ હડફેટે ચડી ગયાં હતાં.

આ અકસ્માતમાં એટલો જબરજસ્ત હતો કે બાઇક સવાર બે વ્યક્તિ પણ રસ્તા પર ફંગોળાઇ જતાં તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે તાત્કાલિક 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જોકે, ગોપાલભાઈ રાઠોડની સ્થિતિ અતિ ગંભીર હોવાથી તેમને અમદાવાદ ટ્રાન્સફર કર્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યું પામેલા જાહેર કર્યાં હતાં.

આ અંગે સંજય રાઠોડની ફરિયાદ આધારે ઉમરેઠ પોલીસે બાઇક ચાલક ડ્રીટભાઈ ગજેન્દ્રકુમાર પટેલ (રહે.શાંતિકુંજ સોસાયટી, ઉમરેઠ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...