તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:સગીરા પર દુષ્કર્મ કરવાના ગુનામાં પાધરિયાના આધેડને 20 વર્ષની જેલ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષીય સગીરાને 50 વર્ષીય ઈસમે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું

આણંદ શહેર પાસે આવેલા પાધરીયામાં રહેતા 50 વર્ષીય આધેડને પાંચ વર્ષ જૂના પોક્સો અને દુષ્કર્મના ગુનામાં આણંદ જિલ્લા કોર્ટે તકશીરવાર ઠેરવી 20 વર્ષીય જેલની સજા અને રૂપિયા ત્રીસ હજારના દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે.વર્ષ 2017માં આણંદ પાસેના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાના પરિચયમાં 50 વર્ષીય રાજુ પરમાર (રહે. પાધરીયા) નામનો શખ્સ આવ્યો હતો. દરમિયાન, આધેડે સગીરાને પટાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી તેને ડાકોર ખાતેના ઈન્દ્રપ્રસ્થ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને જ્યાં તેની મરજી વિરૂદ્ધ તેણે દુષ્કર્મ ગુજાર્યું હતું.

દરમિયાન, આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે આ મામલે શખ્સ વિરૂદ્ધ આણંદ શહેર પોલીસ સ્ટેશને પોક્સો, દુષ્કર્મ અને અપહરણના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ આણંદ જિલ્લા કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ એ.એસ. જાડેજાએ વીસથી વધુ દસ્તાવેજી પુરાવા અને 11 સાક્ષીઓને તપાસ્યા હતા. જે પોક્સો કોર્ટના જજ એસ. ડી. પાન્ડેયે ગ્રાહ્ય રાખીને આરોપી રાજુ પરમારને તકશીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ત્રીજા હજારનો દંડ ફટકાર્યો છે.

જો તે દંડ ભરવામાં કસુરવાર ઠરે તો તેણે વધુ છ માસની સજા ભોગવવાની રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સગીરાઅોને યુવકો દ્વારા પટાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી જવામાં આવે છે. ત્યારે આણંદ જિલ્લા કોર્ટ દ્વારા પોક્સો અને દુષ્કર્મના ગુનામાં આધેડને કરેલી સજા સમાજમાં દાખલારૂપ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...