તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં મોગરી ગામના આધેડનું મોત

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ન્યૂ ગાના મોગરી રોડ સ્થિત ICDM કંપની પાસે બનેલી ઘટના

આણંદ શહેરમાં આવેલા ન્યૂ ગાના મોગરી રોડ સ્થિત આઈસીડીએમ કંપની પાસે મંગળવારે સવારે આધેડે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં બાઈક દિવાલ સાથે અથડાયું હતું. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાય તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. મોગરી સ્થિત નવરંગ સોસાયટીમાં 59 વર્ષીય ગીરીશચંદ્ર રામપ્રસાદ પંડ્યા રહે છે.

તેઓ બોરસદ ખાતે જીઈબીમાં નોકરી કરે છે. મંગળવારે સવારે તેઓ રાબેતા મુજબ નોકરી પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન, પોતાનું બાઈક લઈને ન્યુ ગાના-મોગરી રોડ પર આઈસીડીએમ કંપની સામેથી પસાર થતા હતા. ત્યારે દસ વાગ્યે કોઈક કારણોસર પોતાના બાઈકના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. અને તેઓ બાઈક સાથે રોડની સાઈડમાં દિવાલ સાથે અથડાયા હતા.

ગીરીશચંદ્ર પંડ્યાને માથામાં અને શરીરે ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ સતીષભાઈ પંડ્યાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...