તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સામરખા ચોકડી પાસે મોડીરાત્રે લક્ઝરી બસે અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ મોત

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૃતક ની ઓળખ મેળવવા પોલીસે તજવીજ શરૂ કરી

આણંદ-ભાલેજ રોડ ઉપર સામરખા ચોકડી પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. એક લક્ઝરી બસે અજાણ્યા ભિક્ષુક જેવા ઇસમને અડફેટે લીધો હતો. બસ જ્યારે ગરનાળાની નીચેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસે અજાણ્યા ઇસમને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભાલેજ-આણંદ રોડ ઉપર નેશનલ હાઈવે નં. 48ના સામરખા ચોકડીના બ્રીજ નીચેથી મોડી રાત્રે ભાલેજ તરફથી લકઝરી બસ આવી રહી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યો ભીખારી જેવો લાગતો શખ્સ લકઝરી બસની અડફેટે આવી ગયો હતો, જેમાં તેને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતના પગલે આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ત્યાર પછી સ્થાનિકોએ આણંદ શહેર પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને અકસ્માતનો ગુનો દાખલ કરી આગળ વધુ તપાસ હાથ ધરી દીધી છે. વધારે આગળ કાર્યવાહી અર્થે પોલીસે મૃત્યું પામનાર શખ્સના મૃતદેહને પીએમ માટે આણંદ નગરપાલિકાની હોસ્પિટલમાં મોકલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો