તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારોબારી સમિતિની સભા:આણંદ પંચાયતમાં ખાસ કારોબારી સમિતિની સભા, ચાર એજન્ડાઓ રજૂ કરવામાં આવશે

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જીલ્લા પંચાયતમાં આજે ખાસ કારોબારી સમિતિની સભાનું આયોજન કર્યુ છે.જો કે સભામાં જીલ્લાભરમાં વિકાસના કાર્યો હાથ ધરવા માટે ચાર જેટલા કામો મંજરી માટે રજુ કરવામાં આવશે.ત્યારબાદ વિકાસ લક્ષી બાકી રહેલા ગયેલા કામો વહેલી તકે પુર્ણ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોરોનાની મહામારી વચ્ચે સૌ પ્રથમ વખત આણંદ જીલ્લા પંચાયત ભવન ખાતે ગુરૂવારે બપોરે 1 સભાખંડમાં ખાસ કારોબારીની સામાન્ય સભા યોજાશે.જો કે સભામાં રજુ કરવામાં આવનાર એજન્ડાઓમાં કારોબારી સમિતિની ગત તા.11/12/20 તથા તા.15/4/21 ના રોજ મળેલી સભાની કાર્યવાહીની નોંધને બહાલી, પંચાયત, બાંધકામ, સિંચાઈ, સમાજ કલ્યાણ, આયુર્વેદ, જનરલ સહિત અન્ય શાખાઓ તરફથી મુકાશે.

અન્ય સમાચારો પણ છે...