તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:આણંદમાં કોરોનાં રસીકરણની જાગૃતિ માટે મુસ્લિમ સમાજની બેઠક યોજાઈ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાઉન્સિલરો અને અગ્રણીઓ દ્વારા લોકોમાં જાગૃતિ કેળવવા અનુરોધ કરાયો

આણંદમાં વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને આરોગ્ય વિભાગ દ્વારા 45થી વધુ વય ધરાવતા અને બિમારી હોય તેવા નાગરીકો માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મુસ્લિમ સમાજમાં કોરોના રસીકરણની જાગૃતિ માટે આજે જુમ્મા મસ્જીદમાં ઉલેમાઓ અને અગ્રણીઓ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજમાં રસીકરણ માટે જુદા જુદા સ્થળોએ કેમ્પ કરવા અને તે માટે ઉલેમાઓ, કાઉન્સિલરો અને અગ્રણીઓ દ્વારા લોકોમાં જાગૃતિ કેળવવા અનુરોધ કરાયો હતો.

આ પ્રસંગે તીલાવતે કુરઆનથી બેઠકનો પ્રારંભ કરાયા બાદ જમીઅતે ઉલેમાનાં જનરલ સેક્રેટરી એમ.જી ગુજરાતીએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાં સામે રક્ષણ માટે મુસ્લિમ સમાજનાં 45થી વધુ વય ધરાવતા ખાસ કરીને સિનીયર સિટીજનો તેમજ ગંભીર બિમારી ધરાવતા દર્દીઓએ ખાસ કોરોનાની રસી મુકાવવી જોઈએ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે રસી મુકાવવાથી કોરોનાં નહી થાય તેવું નથી પરંતુ કોરોનાં સામે રક્ષણ જરૂર મળશે. જેથી કોરોનાથી શરીરને થતું નુકશાન અટકાવી શકાશે. જેથી સમાજમાં રસીકરણને લઈને ફેલાયેલી ભ્રામક વાતોમાં લોકો ના આવે અને ગેરસમજ દુર થાય. તેમણે મુસ્લિમ સમાજના લોકો રસી મુકાવે તે માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હું પણ કોરોનાં રસી મુકાવીને પ્રારંભ કરીશ.

આ પ્રસંગે જામા મસ્જીદનાં ઈમામ મૌલાનાં લુકમાન તારાપુરીએ કહ્યું હતું કે, કોરોનાં સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોનાં રસી દરેક નાગરિકે મુકાવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હું પણ કોરોનાં રસી મુકાવીને પ્રારંભ કરીશ, અલ્લાહ આપણું રક્ષણ કરનારો છે, પરંતુ બિમારી સામે રક્ષણ માટે દવા લેવાની તેમજ સાવચેતી રાખવાનું પણ અલ્લાહે કહ્યું છે. ત્યારે સમાજમાં સૌએ કોઈ પણ જાતનાં ડર વિના રસીકરણ કરાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય વિભાગનાં ડો.ઝુબેર ઠાકોરે જણાવ્યું હતું કે, આ રસીની કોઈ આડઅસર નથી. રસી મુકાવવાથી કોઈ નુકશાન થવાનું નથી પરંતુ કોરોનાં સામે શરીરમાં રોગપ્રતિકારક શકિત વધારવા માટે તેમજ કોરોનાનાં કારણે શરીરમાં ફેફસાને થતું નુકશાન આપણે ધટાડી શકીએ છીએ. રસી લીધા બાદ પણ કોઈ કિસ્સામાં કોરોનાં થઈ શકે છે પરંતુ જેમણે રસી લીધી હશે તો તેનાંથી થતું નુકશાન ધટાડી શકાય છે. તેમણે ઉપસ્થિત સૌને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સામાજીક કાર્યકર ઐયુબભાઈ બતોલા, કાઉન્સિલર ડો.જાવેદ વ્હોરા, સલીમશા દિવાન, ફિરોજ ચોકથા, નુરમહમંદ વ્હોરા, ઈલ્યાસ આઝાદ, ફિરોજ મંત્રી, ફારૂક તેમજ ઉલેમાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ સમાજમાં કોરોનાં રસીકરણ જાગૃતિ માટે આગામી દિવસોમાં દરેક વોર્ડ વાઈઝ રસીકરણ કેમ્પ કરવા તેમજ લોકોમાં રસીકરણ જાગૃતિ માટે ઉલેમાઓ અને અગ્રણીઓ દ્વારા કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો