કાર્યવાહી:આણંદમાં ગાંજાના જથ્થા સાથે એક શખસ ઝડપાયો, પોલીસે રૂપિયા 14 હજારનો ગાંજો કબજે કર્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના ખાટકીવાડમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂપિયા 14 હજારના ગાંજાના જથ્થા સાથે શખસને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરના પોલસન રોડ સ્થિત ખાટકીવાડ નજીક આવેલી ઝકરીયા મસ્જિદ સામે રહેતો ઈસાક ભીખુભાઈ ખલીફા ગાંજાનો જથ્થો રાખતો હોવાની ચોક્કસ બાતમી આણંદ શહેર પોલીસને મળી હતી. જેને પગલે પોલીસે દરોડો પાડતાં શખસને દબોચી લેવાયો હતો.

પોલીસે તેની તપાસ કરતાં તેની પાસેથી રૂપિયા 14950ની કિંમતનો 1.455 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. જે તે ચોરી છુપીથી વેચતાં હોવાનું ખૂલ્યું હતું. પોલીસે મોબાઈલ, રોકડ મળી કુલ રૂપિયા 20 હજારનો મુદ્દામાલ કબજે કરી જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...