કાર્યવાહી:કરમસદમાંથી વિદેશીદારૂ સાથે એક શખસ ઝડપાયો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો

કરમસદ ગામે આણંદ એલસીબી પોલીસની ટીમેબાતમી આધારે છાપો મારી રૂી 1680ની કિંમતના વિદેશી દારૂ સાથે1 શખ્સને ઝડપી પાડયો હતો. વિદ્યાનગરપોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ એલસીબી પોલીસની ટીમ જીલ્લામાં દારૂ-જુગારની બદી અટકાવવા સારુ પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા કરમસદ ગામે બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે, કરમસદ ગામે સાકરબા કન્યા શાળા પાસે રહેતો રાજુભાઈ વાઘજીભાઇ પટેલ બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી વેચાણ કરે છે.

અને હાલમાં પણ તેની દારૂ વેચાણની પ્રવૃત્તિ કરમસદ ગામે જલારામ મંદિર પાછળ ચાલી રહી છે. પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારી વીદેશી દારૂનું વેચાણ કરતા રાજુભાઈ વાઘજીભાઇ પટેલને રૂા 1680ની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી તેની વિરૂધ્ધ વિધ્યા નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...