હેરાફેરી:પેટલાદમાં 15 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

પેટલાદના ઝંડા બજારમાં રહેતો શખ્સ ગેરકાયદે ગાંજાનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે આણંદ એસઓજીએ દરોડો પાડી શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેમની પાસેથી રૂપિયા 1.54 લાખની કિંમતનો 15 કિલો 410 ગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો.

આણંદ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે પેટલાદ શહેરના ઝંડા બજારમાં મીરઝાની ખડકીમાં રહેતાં સફુ નામનો શખ્સ છેલ્લાં કેટલાંય સમયથી ગેરકાયદે ગાંજાનું વેચાણ કરે છે. જેને પગલે પોલીસે તેના ઘરે દરોડો પાડતાં તેના ઘરમાંથી 1.54 લાખની કિંમતનો 15 કિલો 410ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સફુના જમાઈ અખતરબેગ સફીબેગ મિરઝાને ઝડપી પાડ્યો હતો. જોકે, સફુ હાલ ફરાર છે. પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...