કાર્યવાહી:વિદેશી દારુનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તારાપુરની નાની ચોકડી પાસેનો બનાવ

તારાપુરની નાની ચોકડી પાસેથી તારાપુર પોલીસે મળેલી બાતમીનાં આધારે વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સને વિદેશી દારુની બે બોટલો સાથે ઝડપી પાડ્યો હતો.

મળતી વિગતો અનુસાર તારાપુર પોલીસે મળેલી બાતમીનાં આધારે તારાપુરની નાની ચોકડી પાસેથી ભરતભાઈ રતીભઈ પરમારને ઝડપી પાડી તેની તલાસી લેતા તેની પાસેનાં થેલામાંથી વિદેશી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 750 મીલીની બે બોટલો કિંમત રૂપિયા800ની કબ્જે કરી તેની પુછપરછ કરતા તે આ દારુની બોટલો તેનાં ભત્રીજા કરણભાઈ મહેશભાઈ પરમાર રહે.પંડયા ફળીયું તારાપુર પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે ભરતભાઈ પાસેથી વિદેશી દારુની બોટલો,અને 1650 રૂપિયા રોકડા સાથે કુલ 2450 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે ભરતભાઈ રતીભાઈ પરમાર અને કરણભાઈ મહેશભાઈ પરમાર સહીત બે જણા વિરૂદ્ધ તારાપુર પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...