નજીવી બાબતે મારમાર્યો:તારાપુરમાં પશુ ચરાવવા મુદ્દે ઠપકો આપવા ગયેલી મહિલાને એક શખ્સે વાળ અને સાડી ખેંચી ઢસડી કાઢી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તારાપુરમાં પશુપાલકોનો દિવસે દિવસે ત્રાસ વધતો જાય છે, ખેડૂતોના ઉભા પાકમાં પશુઓ ઘુસાડી ધાક ધમકી, મારામારીના કિસ્સા વધતા જાય છે. ત્યારે મોટા કલોદરા ગામે ઠપકો આપનાર ખેડૂતના પત્નીને શખ્સોએ ઘરમાં ઘુસી સાડી ખેંચી મારમાર્યો હતો. આ અંગે પોલીસે બે શખસ સામે ગુનો નોંધ્યો હતો.
​​​​​​​મહિલાના વાળ ખેંચી ઝપાઝપી કરી
તારાપુરના મોટા કલોદરા ગામે રહેતા ખેડૂતના પત્ની 13મીના રોજ સીમ વિસ્તારમાં આવેલા તેમના ખેતરે હતાં. આ વખતે તેઓએ ડાંગરની રોપણ કરી હતી. તેઓ તેમના પશુ માટે ચાર વાઢતાં હતાં. તે સમયે ગામના ગગુ વેલા તેના પશુ લઇને આવ્યાં હતાં અને ખેતરમાં છોડી મુક્યાં હતાં. આથી, ખેડૂતના પત્નીએ ચાર વાઢતા વાઢતા ઉભા થઇ ગગુ ભરવાડને ઠપકો આપી તેના પશુને ખેતરની બહાર કાઢવા જણાવ્યું હતું. જોકે, ગગુ ભરવાડ ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલી પશુ બહાર કાઢ્યાં હતાં. પરંતુ થોડા સમય બાદ મહિલા ઘરે જતાં રહ્યાં હતાં. થોડા સમય બાદ સંજય અને ગગુ ભરવાડ ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં મહિલા એકલા હતાં અને દોઢ વર્ષની બાળકીને સ્તપાન કરાવતાં હતાં. આ સમયે પણ માનવતા નેવે મુકી સંજય ભરવાડે ઘરમાં ઘુસી મહિલાના માથાના વાળ પકડી જમીનના ભાગે ઢસડ્યાં હતાં. જેથી ખોળામાં રહેલી દોઢ વર્ષની બાળકી પછડાઇ હતી. સંજય ભરવાડે મહિલાના વાળ ખેંચી ઝપાઝપી કર્યા બાદ તેની સાડી પણ ખેંચી લીધી હતી. આ અંગે મહિલાએ તારાપુર પોલીસ મથકે ગગુ વેલા ભરવાડ અને સંજય ગગુ ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...