ધરપકડ:ઉમરેઠથી ચાઈનીઝ દોરી સાથે ઠાસરાનો શખસ ઝડપાયો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી

ઉમરેઠમાંથી ચાઈનીઝ દોરી સાથે ઠાસરા તાલુકાના શખસને પોલીસે બાતમીના આધારે ઝડપ્યો હતો. ખેડાના ઠાસરાના અન્નપૂર્ણા મંિદર પાસેના આનંદપુરા અંગાડી ખાતે રહેતો કુલદિપસિંહ વિક્રમસિંહ ચૌહાણ ચાઈનીઝ દોરીના ફિરકા લઈ તેને વેચવા માટે ઉમરેઠ આવ્યો હોવાની ચોક્કસ બાતમી ઉમરેઠ પોલીસને મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, શખસ સાંઈનાથ ચોકડી પાસે લાલ રંગના બાઈક પાસે ઊભો હોવાની બાતમીદાર દ્વારા બાતમી મળતાં જ પોલીસે તુરંત જ ત્યાં પહોંચી જઈને તેને દબોચી લીધો હતો.

તેના નામની ખરાઈ કરીને તેની પાસેના થેલામાં તપાસ કરતાં પોલીસને 17 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા મળી આવ્યા હતા. પોલીસે દોરી, મોબાઈલ, રોકડ તથા બાઈક મળી કુલ રૂપિયા 18400નો મુદ્દામાલ કબજે કરી યુવક વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ચાઈનીઝ દોરી ક્યાંથી લાવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...