ગૌમાંસ ઝડપાયું:બોરસદના નાપાવાંટાનો શખસ 60 કિલો ગૌમાંસ સાથે પકડાયો , પોલીસે ગૌમાંસ અને છરો કબજે કરી કાર્યવાહી હાથ ધરી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં ગૌવંશ કત્લનો વેપાર ખૂબ ફૂલી ફાલી રહ્યો છે.અવારનવાર ગૌમાંસ પકડાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે.સરકાર કડક કાયદો લાવી હોવા છતાં ગૌ તસ્કરી અને ગૌવંશની કત્લ કરી તેના હાડ માંસનો વેપાર કરતા તત્વો ઉપર કાયદાનો ડર કે તેની કોઈ જ અસર જણાતી નથી.બોરસદ તાલુકાના નાપાવાંટા ગામે ગ્રામ્ય પોલીસે 60 કિલો ગૌવંશ સાથે એક શખસને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ગૌવંશ અને છરો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બોરસદ ગ્રામ્ય પોલીસને કંટ્રોલ રૂમમાં વર્ધી મળી હતી કે નાપાવાંટા જુમ્મા મસ્જીદ સામે રાજ ફળીયામાં ગૌવંશની કતલ થઇ રહ્યું છે. આ વર્ધી આધારે બોરસદ ગ્રામ્યની ટીમ શુક્રવાર રાત્રે તાત્કાલિક નાપાવાંટા રાજ ફળિયામાં પહોંચી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં લોખંડના છરા સાથે એક શખસ મળી આવતા તેને પકડી પાડ્યો હતો. આ શખસની પુછપરછ કરતાં તે આરીફ મેરૂભા રાણા (રહે. નાપાવાંટા, રાજફળીયું) હોવાનું જણાવ્યું હતું. જગ્યા પર તપાસ કરતાં માંસના ટુકડા મળી આવ્યાં હતાં. આ ઉપરાંત પ્લાસ્ટીક કંતાનના થેલામાં પણ માંસ અને પશુના કપાયેલા ચારેય પગના ટુકડા મળી આવ્યાં હતાં. આથી, આ માંસ ક્યા પશુનું છે ? તે અંગે પુછતાં તે ગૌવંશનું હોવાનું આરીફે કબુલ્યું હતું. આથી, પોલીસે આશરે 60 કિલો ગૌમાંસ કબજે કરી આરીફ રાણા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

મહત્વનું છે કે આ ગૌવંશ ક્યાથી લાવ્યો અને બીજા કોણ કોણ સંડોવાયેલા છે ? તે બાબતે પુછતા તેણે કપાયેલો વાછરડો મારી ગાયનો હતો. જે આશરે ચાર વર્ષનો હતો અને તેનો વધ કરવાના કારણો અંગે ખાસ કોઇ જવાબ આપી શક્યો નહતો. આથી, બોરસદ ગ્રામ્ય પોલીસે આરીફ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...