લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો:કરમસદના એનઆરઆઇની જમીન પચાવી પાડવાના ઈરાદે એક શખ્સે છાપરૂ બાંધી મંદિર બનાવી દીધું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કરમસદ ગામે આવેલી એનઆરઆઈની કિંમતી જમીન પર એક શખસે છાપરુ અને મંદિર બાંધી દીધું હતું. આ અંગે કલેક્ટરના હુકમ આધારે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિવાર અમેરિકા ખાતે સ્થાયી થયો છે
કરમસદના શાંતિપોળમાં રહેતા હર્ષ કૃપેશ પટેલના માતા - પિતા અમેરિકા ખાતે સ્થાયી થયાં છે. તેમના પિતા અમેરિકા ગયાં તે પહેલા મિલકતની પાવર ઓફ એટર્ની આપી હતી. હર્ષના દાદી જશોદાબહેનના નામે કરમસદના સંદેશર ચોકડી પાસે આવેલી તલાવડીની બાજુમાં જમીન આવેલી હતી. જે તેમના પૂર્વજોને ગણોતધારા હેઠળ મળી હતી. આ નવી શરતની જમીનમાં પાંચ વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે વિનુ મગન સુથાર (રહે.કરમસદ) ઘુસી ગયો હતો અને જમીન પચાવી પાડવાના ઇરાદે છાપરૂ તથા મંદિર બનાવી દીધું હતું.
પોલીસે તપાસ હાથ ધરી
આ અંગે વિનુભાઈને વારંવાર જણાવવા છતાં તે જગ્યા ખાલી કરતો નહતો અને ગેરકાયદેસર કબજો ધરાવતો હતો. આથી, લેન્ડ ગ્રેબીંગ હેઠળ ઓનલાઇન ફરિયાદ આપી હતી. આ ફરિયાદની સુનાવણી બાદ કલેક્ટરે વિનુ મગન સુથાર સામે ફરિયાદ આવા હુકમ કર્યો હતો. જે આધારે હર્ષ પટેલે વિદ્યાનગર પોલીસમાં વિનુ મગન સુથાર (રહે.કરમસદ) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...