છેતરપીંડીનો પ્રયાસ:વાસદની બે હોટલના માલિક પાસે એક શખસે સીટી PSIના નામે નાણાં માગ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોજનમાંથી રબર નિકળતાં ફરિયાદથી બચવા 1500 આપવા ફોન પર જણાવ્યું

વાસદની બે હોટલ માલિકને હું સીટી પીએસઆઈ બોલું છું તમારા ભોજનમાંથી રબર નિકળ્યું હતું હું ફરિયાદ દાખલ કરીશ તમે 1500 આપી દો તો બચી જશો તેવું ફોન પર કહી ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર સખ્સ વિરૂધ વાસદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.

વાસદ સુંદરવન સોસાયટીમાં ગૈાતમભાઈ કચરાભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ગુરૂવાર સાંજે પાંચ વાગે રાજસ્થાન સગયેલા તેમના ભાઈ પદમજીએ ફોન કરીને કહ્યું હતું. સીટી પીએસઆઈનો ફોન આવ્યો હતો તેઓ કહેતા હતા એકભાઈ તમારી હોટલમાંથી જમવાનું પાર્સલ લઈ ગયા હતા. તેમના ભોજનમાં રબર નિકળ્યું હતું, તેમણે દવા કરાવવી પડી હતી, જેથી તમે રૂ.1500 આપી દો નહીંતો ફરિયાદ દાખલ થશે. એટલે તેમણે જણાવ્યું ગ્રાહકને હોટલ પર મોકલો હું પૈસા આપી દઈશ. ત્યારે સામેથી જણાવાયું હતું તમને પેટીએમની માહિતી મોકલું છું તમે તેનાથી પૈસા મોકલો એટલે ગૈાતમભાઈએ પુછયું તમે કયા પોલીસ સ્ટેશનમાંથી બોલો છો. ત્યારે તેમણે કહ્યું હું વાસદથી10-12કિ.મી દુર સીટી પોલીસ સ્ટેશનથી બોલું છું.

વારંવાર પોલીસ મથકનું નામ પુંછવા છતાં તેઓ જણાવતા ન હતા એટલે છેતરપીંડી લાગતાં તેઓ વાસદની કિસ્મત કાઠિયાવાડી હોટલના માલિક જયરાભાઈ પરમારને લઈને વાસદ પોલીસ મથકે ગયા હતા. તેમની પાસેથી આજ રીતે રૂા.1500 ની માગણી થઈ હતી. પોલીસે આ લોકોની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે નાણાં પડાવતી ગેંગો સક્રિય થઈ છે. જેનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...