વીતેલા 48 કલાક દરમિયાન પેટલાદ-વિરસદની યુવતી તથા અરડીનો યુવક ગુમ થતાં પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પેટલાદ શહેરની નૂર તલાવડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય દીક્ષિતાબેન દિનેશભાઈ પટેલ ગત પાંચમીએ વિદ્યાનગર કોલેજ જાવ છું તેમ કહી પોતાના ઘરેથી નીકળી હતી અને પછી અચાનક ગુમ થઈ ગઈ હતી.
જોકે, મોડી સાંજ સુધી તેણી પરત ન ફરતાં આ અંગે પિતાએ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય, મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના વતની અને હાલ તાલુકાના અરડી ગામની ભાગોળમાં રહેતો 19 વર્ષીય નરેન્દ્ર રામકિશન યાદવ જ્યારે બોરસદ તાલુકાના વિરસદ ગામના વણકરવાસમાં રહેતી 18 વર્ષીય પારૂલ અશ્વિન જાદવ ગત સાતમીએ ઘરે કોઈને કંઈ કહ્યા વિના જતા રહેતાં ફરિયાદ નોંધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.