આણંદ તાલુકાના ઓડ ગામે એક વર્ષ અગાઉ એનઆરઆઇ દાતા દ્વારા ગામના લોકોની અંતિમ વિધિ માટે કોઇ મુશ્કેલીઓના પડે તે માટે ગેસ સંચાલિત સ્માશનગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું. સ્થાનિક કક્ષાએ ચાલતા ગંદા રાજકારણને કારણે નવીન સ્માશનગૃહ ચાલુ કરવાની પરવાનગી મળતી નથી.તેના કારણે સ્માશાનગૃહ ઝાડી છાંખરા ફેરવાઇ ગયું છે.
આણંદ તાલુકાનું ઓડ ગામમાં સુખી સંપન્ન પરિવારો રહે છે. ગામમાં સ્માશાન છે. પરંતુ તે વર્ષો જૂનુ હતું તેમજ લાકડાંન ઉપયોગ થયા છે. તેના કારણે પર્યાવરણન નુકશાન થાય છે. તેને ધ્યાને લઇને ગામના એક એનઆરઆઇ પરિવાર દ્વારા ગામમાં ગેસ સંચાલિત સ્માશાનગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. લાકડાની બચત થાય તેમજ ગ્રામજનોને સુવિધા મળે તે માટે દાતાએ સ્માશાનગૃહ બનાવડાવ્યું હતું.
પરંતુ સ્થાનિક રાજકારણમાં અંદરો અંદર ચાલતી ખેંચતાણને કારણે સત્તાધિશો દ્વારા નવીન સ્માશાનગૃહ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. જેથી ગ્રામજનોને તેનો લાભ મળતો નથી. એક વર્ષથી તૈયાર થઇ પડયું છે. કાર્યરતન હોવાથી ઝાડીઝાંખરા ઉગી નીકળ્યા છે.તેને લઇને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.