તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનાં કેસ:જિલ્લામાં વધુ 8 કેસ નોંધાયા કુલ આંક 1287 પર પહોંચ્યો

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ-4, પેટલાદ-2,ખંભાત અને ઉમરેઠમાં 1 -1 કેસ

આણંદ જિલ્લામાં શનિવારે કોરોના પોઝિટીવ કેસના વધુ 8 કેસ નોંધાતાં. જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો કુલ આંક 1287 પર પહોંચ્યો છે. જેમાં આણંદમાં 4, પેટલાદમાં 2, ખંભાત અને ઉમરેઠમાં 1-1 પોઝિટીવ દર્દીઓ નોંધાતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

શનિવારે આણંદના શીવ શ્યામ રેસીડન્સી રહેતાં 53 વર્ષીય મહિલા, 57 વર્ષીય પુરૂષ અને તાલુકાના ભાલેજ ગામે રહેતાં 32 વર્ષીય યુવક, તેમજ કરમસદના યોગેશ્વર સોસાયટીમાં રેહતાં 61 વર્ષીય વૃદ્વ, પેટલાદ શહેરના બુખાલી મીલની ચાલી ખાતે રહેતી 21 વર્ષીય યુવતી તેમજ અરણેજપુરા સોસાયટીમાં રહેતો 20 વર્ષીય યુવક,ખંભાત શહેરના ગવારા રોડ વિસ્તાર પાસે રહેતાં 38 વર્ષીય મહિલા, અને ઉમરેઠ તાલુકાના ભાઠપુરા ગામે રહેતાં 35 વર્ષીય પુરૂષને, મળી કુલ 8 પોઝિટીવ દર્દીઓ નોંધાતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, જિલ્લામાં અનલોક શરૂ થયા બાદ કોરોનાનું સ્થાનિક સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સંક્રમણ ઘટાડવાનો એક માત્ર માસ્ક વિકલ્પ છે.

27 દર્દીઓ હોમ આઇસોલેશનમાં
હાલ જિલ્લામાં 55 કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 27 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં 19 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. અને 9 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ સાથે સારવાર લઇ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો