કોરોના સંક્રમણ:આણંદ જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટીવ કેસ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદમાં 2, બોરસદ અને પેટલાદ 1-1 કેસ નોંધાયો

આણંદ જિલ્લામાં છેલ્લા દોઢ માસથી કોરોના કેસ દૈનિક મળી રહ્યાં છે. હાલમાં ચોમાસુ ઋુતના પગલે શરદી ખાંસી, અને તાવના કેસની સાથે કોરોનાનાકેસમાં વધારો થયો છે. મંગળવારે વધુ ચાર કેસ કોરોના પોઝિટીવ નોંધાયા છે.જેમાં આણંદ તાલુકાના 2 , પેટલાદમાં 1 અને બોરસદમાં 1 કેસ નોંધાયો છે. જયારે ચાર દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના 24 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 2 હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પીએચસી કેન્દ્ર તથા શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાની સારવાર માટે જરૂરી તમામ દવાઓનો જથ્થો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટ અને રેપીડ ટેસ્ટ માટે કીટ પહોંચાડવામાં આવી છે. આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 6500 વ્યકિતને વેક્સિન આપવામાં આવી છે. જયારે મંગળવારે 991 લોકોને વેક્સિનઆપવામાં આવી હતી.

જ્યારે ખેડા જિલ્લામાં મંગળવારના રોજ 6 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જિલ્લાના વડા મથક નડિયાદમાં છ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. મંગળવારના રોજ જાહેર થયેલા કોરોના કેસ મળી જિલ્લામાં પોઝિટિવ કેસ કુલ આંકડો 47 થયો છે.

અન્ય સમાચારો પણ છે...