આણંદ રેલ્વેના મુસાફરખાનામાં ટ્રેન ન હોય બાકડા ઉપર સુઈ ગયેલા રાજસ્થાની મજુરના ખિસ્સામાથી રૂ.6450ની મત્તાવાળું પાકીટ તફળાવી ભાગી રહેલા શખસને પોલીસે વહેલી પરોઢીયે ત્રણવાગે ઝડપી પાડ્યો છે.હાલ પાદરા રહેતા લાધારામ અરર્જુનરામ ઠાકોર ઉ.વ.48 મુળ રાજસ્થાનના રહીશ છે.
શુક્રવાર પરોઢિયે સવા ત્રણ વાગે તેઓ વતન જવા ટીકીટ લેવા માટે આણંદ રેલ્વે સ્ટેશનના મુસાફરખાનામાં આવ્યા હતા. ટ્રેનનો સમય ન હોય તેમને ટીકીટ મળી ન હતી.એટલે તેઓ મુસાફરખાનામાં બાંકડા ઉપર સુઈ ગયા હતા. ત્યારે તેમના ખિસ્સામાંથી અજાણ્યા સખ્સે આધાર કાર્ડ સાથે રૂા.6450ની મતાવાળું પાકીટ કાઢી લીધું હતું. એટલે તેમણે જાગી જતાં ચોર ચોરની બુમો પાડી હતી. ત્યારે ત્યાં હાજર પોલીસે ભાગતા પાકીટ ચોર ઈરફાન ઉર્ફે સલમાન બાપુ યુનુસભાઈ વહોરા, ઉ.વ.48 રહે નાપાડ, વહોરાની ખડકી તા.આણંદને ઝડપી પાડ્યો હતો અને પાકીટ કબજે લીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.