તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આણંદમાં લારીપાથરણા માટે નિશ્વિત જગ્યા ફાળવામાં આવશે

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં નોંધાયેલા 2476 ફેરિયાઓ માટે બનાવલે સીટી સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાન કમિટી સાથે બેઠક કરીને મહત્વનો નિર્ણય લેવાયો
  • કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે

આણંદ શહેરમાં છેલ્લા એક દાયકાથી લારી પાથરણાવાળાનો પ્રશ્ન માથાના દુખાવારૂપ બની ગયો છે. જૂના સ્ટેશન, શાકમાર્કેટ, વહેરાઇ માતા વિસ્તારમાં લારી પાથરણાવાળાને કારણે ટ્રાફિક જામ સહિતની સમસ્યા સર્જાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા લારી પાથરણાવાળા એક યોજના અમલમાં મુકી છે.જેમાં તેઓને નિશ્વિત જગ્યા દરેક શહેરમાં ફાળવવાની વેપાર કરવા છુટ આપવા નક્કી કર્યુ છે. જે અંતર્ગત ફેરિયાઓ અને નગરપાલિકાના કાઉન્સિલરોની એક સીટી સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાન કમિટી રચના કરવામાં આવી છે. તેમજ કેન્દ્વ સરકારની સર્વે કરવા આવેલી ‘પુરડા’ની ટીમે પણ લારીપાથરણા માટે 22 સ્થળની યાદી તૈયાર કરીને પાલિકાને આપી છે. પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે કમિટી અને પાલિકા સભ્યો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ આગામી સામાન્ય સભામાં 22 સ્થળોમાં પસંદગી કરીને લારીપાથરણાને જગ્યા ફાળવવામાં આવશે. ટુંક સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

આણંદ નગરપાલિકાના કાઉન્સિલર અને કમિટી સભ્ય હિતેશ પટેલ(ભાણા)એ જણાવ્યું હતું કે શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નાથ લારી પાથરણાવાળાઓને નિશ્વિત જગ્યા ફાળવવા આવશે.જે માટે કમિટી અને પુરડાની ટીમે લારી પાથરણાવાળા સાથે ચર્ચા કરીને 22 જેટલા સ્થળ પસંદ કર્યા છે. જેમાં દરેક ફેરિયાને તેમની જરૂરીયાત મુજબ જગ્યા ફાળવવામાં આવશે.

આણંદ શહેરમાં 22 સ્થળની યાદી
સામરખા ચોકડી પાસે બસવર્કસ શોપની જગ્યા, ટીબી હોસ્પિટલની, આર્યનગર, પોલસનડેરી રોડ,રાજા રણછોડ શાકમાર્કેટ, જૂના બસ સ્ટેશની પાછળનો ભાગ, વહેરાઈમાતા, બોરસદ ચોકડી રોડ, ગણેશ ચોકડી રોડ,વિદ્યાનગર રોડ ,બાકરોલ ગેટ પાસે, ગામડી વડ સહિત 22 જેટલા સ્થળોનીયાદી તૈયાર કરીને પુરડાએ નગરપાલિકામાં આપી છે.

લારીપાથરણાની જગ્યા નકકી થતાં વેપારીઓની કનડગત દૂર થશે
આણંદ શહેરમાં લારીપાથરણા બજાર ન હોવાથી રોડ પર લારી ઉભી રહે છે. પરંતુ શહેરના જુદા જુદા સ્થળોએ લારી પાથરણાવાળાને નિશ્વિત જગ્યા ફાળવવામાં આવશે તેથી હવે લારીવાળાને કાયમી હેરાનગતિમાં છુટકારો મળશે. > આરીફભાઇ સભ્ય, વેન્ડીંગ કમિટી આણંદ

અગાઉ જૂના બસ સ્ટેશન પાછળ જગ્યા ફાળવવામાં આવી હતી
આણંદ શહેરમાં દોઢ વર્ષ અગાઉ ટુંકી ગલીમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે લારીપાથરણા વાળાને જૂના બસસ્ટેશન પાછળના રોડ પર બ્લોક પાડીને જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ તે વેપારધંધા માટે યોગ્ય ન હોવાથી કોઇ ગયું ન હતું. > એમ.એમ.પઠાણ, પાથરણાવાળો

અન્ય સમાચારો પણ છે...