• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Fitness Belt Will Be Made By Amul To Maintain The Health Of The Animal, Said Dr. Milkenman. A Seminar Was Held On The Occasion Of Kurien's 100th Birth Anniversary

સેમિનાર:અમુલ દ્વારા પશુની તંદુરસ્તી જાળવવામાં ફિટનેસ બેલ્ટ બનાવવામાં આવશે, મિલ્કનમેન ડો. કુરિયનની 100મી જન્મજયંતિ નિમિત્તે સેમિનાર યોજાયો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમુલના મેનેજીંગ ડિરેક્ટર અમીત વ્યાસે પશુપાલન વ્યવસાયને વધારવા માર્ગદર્શન આપ્યું

જેમ મનુષ્યની ફિટનેસ જરૂરી છે, તેમ પશુની પણ ફિટનેસ જરૂરી છે. આથી, અમુલ દ્વારા ફિટનેસ બેલ્ટ બનાવવામાં આવશે. આ બેલ્ટ પશુને પહેરવાથી પશુના સ્વાસ્થ્યની તમામ માહિતી જાણી શકાશે. જેના પર અમુલ કામ કરી રહ્યું છે. પશુ સ્વસ્થ હશે તો આપોઆપ દૂધ ઉત્પાદન વધશે. તેમ અમુલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર અમિત વ્યાસે મંગળવારે ઇરમાના આંગણે મિલ્કમેન ડો. કુરિયનની જન્મ શતાબ્દી નિમિત્તે યોજાયેલા કો-ઓપરેટીવ-ધ વે અહેડ ફોર ભારત એન્ડ ઇન્ડિયાના કાર્યક્રમમાં જણાવ્યું હતું.રાજ્યમાં અમુલની મદદથી પશુપાલકને આગળ વધવામાં મદદ કરનારા ડો.વર્ગીસ કુરીયનની 100મી જન્મજંયતિ નિમિતે કો-ઓપરેટીવ ધી વે અહેડ ફોર ભારત એન્ડ ઇન્ડીયા નામના સેમીનારનું આયોજન ઇરમા ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કીયારા મિલ્ક યુનિયન આણંદના મેનેજીંગ ડાયરેક્ટર અમીત વ્યાસે જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમના ટાયટલમાં ભારત અને ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણ કે, ગ્રામીણ વિસ્તાર તરફથી દૂધ અમુલ પાસે આવે છે. જેની પ્રોડક્ટ બનાવી અમુલ વિશ્વભરમાં મોકલે છે. તે એક્સપોર્ટ ઇન્ડીયાના નામે થાય છે. તેથી ગ્રામીણ ભારતથી ઇન્ડીયા સુધી સફર છે.

અમીત વ્યાસે ઉમેર્યું હતું કે, એમરીયો ટ્રાન્સપ્લાન્ટ કરવાથી દૂધનું ઉત્પાદન વધારે થાય છે. આણંદમાં એક વર્ષમાં 600 જેટલાં પશુને એમરીયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે. જેનાથી દૂધ ઉત્પાદન વધ્યું છે.

હાલ કૃત્રિમ વિર્યદાન થકી 95 ટકા વાછરડીનો જન્મ થયો છે. આ ઉપરાંત ડિઝીટલ બનાવવા તરફ પ્રયત્ન ચાલી રહ્યો છે. આ ડિઝીટલ ચીપથી ગાય ગાભણ છે કે કેમ ? તેનો ખ્યાલ આવશે. આ ઉપરાંત બિમાર હશે તો પણ ખ્યાલ આવશે. તેવી જ રીતે સેન્સર પર પણ કામ ચાલી રહ્યું છે. જેના થકી જમીનમાં કેટલી ફળદ્રુપતા છે તે જાણી શકાશે.

આ કાર્યક્રમમાં ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ, એડીડીબીના ચેરમેન મીનેશ શાહ, ઇરમાના તુષાર શાહ, ચરોતર ગેસના ચેરમેન કિરણભાઈ પટેલ, ઇરમાના ડાયરેક્ટર ઉમાકાંત દાસ સહિત પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...