તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • A Fire Broke Out In Tarapur Mota Valmikiwas Due To Short Circuit, Locals Started Working To Put Out The Fire By Filling Water In Buckets

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:તારાપુર મોટા વાલ્મિકીવાસમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી, સ્થાનિકો ડોલ-તપેલામાં પાણી ભરી આગ ઓલવવા કામે લાગ્યા

આણંદ2 મહિનો પહેલા
 • ગ્રામ પંચાયતે નળોમાં પાણી છોડ્યું અને સ્થાનિકો હાથમાં આવ્યું તે સાધન લઈ દોડ્યા
 • શોર્ટ સર્કિટના કારણે બનેલ ઘટનામાં કોઈ જાનહાનિ નથી

આણંદના તારાપુરમાં આવેલ મોટા વાલ્મિકી વાસમાં કાચા મકાનોના છાપરા પર નાખેલ ડાંગરના પુરિયા મુકવામાં આવ્યા હતા. જેમાં વિસ્તારમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારોમાં અફડાતફડી અને દોડભાગ મચી ગઈ હતી.

મોટા વાલ્મિકી વાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી

આ વિચલિત કરી નાખે તેવી ઘટનાને લઈ ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર તાબડતોબ પહોંચ્યુ હતું. જોકે કોઈ જાનહાની થઈ ન હોવાને કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તારાપુરના મોટા વાલ્મિકી વાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના બનતા સ્થાનિક રહીશોએ ઘરની બહાર નીકળી બૂમાબૂમ કરી મૂકી હતી. જોત જોતામાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આગ લાગવાની ઘટના વાયુવેગે ગામમાં પ્રસરી જતા ઘટના સ્થળે તારાપુર સરપંચ, સભ્ય રજૂ પટેલ, તારાપુર મામલતદાર, પુરવઠા મામલતદાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજયસિંહ અને તારાપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

તાબડતોબ પંચાયતના પીવાના પાણીની મોટરો ચાલુ કરાવી દીધી

મહત્વનું છે કે તારાપુર તાલુકા મથક ખાતે ફાયરબ્રિગેડની વ્યવસ્થા નથી. તેથી ખંભાતથી ફાયરબ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી. જોકે આગને તાત્કાલિક કાબુમાં લેવા તારાપુર સરપંચ દ્વારા તાબડતોબ પંચાયતના પીવાના પાણીની મોટરો ચાલુ કરાવી દીધી હતી. જેને લઈ આ વિસ્તારના લોકો દ્વારા ડોલો, તપેલા તથા બેડા વડે પાણી ભરી આગ ઉપર છાંટી આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા.

સ્થાનિકોએ જાત મહેનતે આગને ફેલાતી અટકાવવામાં સફળ રહ્યાં

જે દરમિયાન ખંભાતથી ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી. પરંતુ ત્યાં સુધી સ્થાનિકોએ જાત મહેનતે આગને ફેલાતી અટકાવવામાં સફળ રહ્યાં હતા. જોકે ખંભાતથી ફાયર બ્રિગેડ પહોંચ્યા બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આગ લાગવાને કારણે કોઈ જ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

તારાપુર તાલુકા મથક હોવા છતાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી

તારાપુર તાલુકા મથક છે. જેમાં તારાપુર તાલુકામાં 44 જેટલા ગામડા છે. છતાં તારાપુરને ફાયર બ્રિગેડના કોઈ જ સાધનો ઉપલબ્ધ નથી. જ્યારે આવી કોઈ ઘટના બને તો 22 કિમી દૂર ખંભાત તથા 17 કિમી દૂર પેટલાદ નગરપાલિકાની મદદ બોલાવવી પડે છે. જ્યારે સોજીત્રા 11 કિમી દૂર છે. પરંતુ સોજીત્રા પાસે જે ફાયર બ્રિગેડના સાધનો છે તે ખખડધજ હાલત હોવાની માહિતી છે. તારાપુર ગામ તથા તાલુકા નાગરિકો દ્વારા સ્થાનિક કક્ષાએ ફાયરબ્રિગેડના સાધનો ઉપલબ્ધ કરાવવા માંગ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો