તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • A Fire Broke Out In A Plywood Factory In Piplav Village Of Sojitra, Firefighters Managed To Control The Fire After A Two hour Struggle.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સોજીત્રાના પીપળાવ ગામે પ્લાયવુડની ફેકટરીમાં આગ ભભુકી, ફાયર ફાયટરોએ બે કલાકની જહેમત આગ ઉપર કાબૂ મેળવ્યો

આણંદ14 દિવસ પહેલા
 • આજુબાજુના લોકોએ અંદર ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા
 • પેટલાદ અને વિદ્યાનગરથી ફાયર ફાઈટરોની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

સોજીત્રા તાલુકાના પીપળાવ પાસે પ્રિમિયમ એન્ટરપ્રાઇઝ પ્લાયવૂડ ફેક્ટરીમાં શનિવારે વહેલી પરોઢે કોઈ કારણસર આગ ભભુકી હતી. ફેકટરીમાં લાકડાની શીટો વધુ હોવાથી જોતજોતામાં આગે વિકળાવ સ્વરુપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાનો અવાજ બિહામણી સ્થિતિએ વકર્યો હતો. આ ઘટનાને લઈ સીમ વિસ્તારમાં રહેતા નાગરિકો હતપ્રત થઈ દોડી આવ્યા હતા અને ફેકટરીમાં રહેતા યુવાનો, મહિલાઓ અને બાળકોને સુખરૂપ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રીગેડની ટીમો પણ દોડી આવી હતી અને તેઓએ સતત પાણીનો મારો કરીને આગને બુઝાવી હતી.

પીપળાવ ગામે સીમ વિસ્તારમાં પ્લાયવુડની ફેકટરી આવેલી છે. જેમાં વહેલી સવારે કોઈ કારણસર ફેકટરીમાં આગ ભભુકી હતી. આગની ભભૂકતી જ્વાળાઓએ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. ફેકટરીમાં રહેતા લોકોએ જીવ જોખમમાં લાગતા બુમાબુમ કરી મુકી હતી. આ સ્થતિની ગંભીરતા સમજતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને અંદર ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અંગે ફાયરબ્રીગેડને જાણ કરતા પેટલાદ અને વિદ્યાનગરથી ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી. સતત બે કલાક સુધી પાણીનો મારો કરીને આગને બુઝાવી હતી ત્યાં સુધીમાં ફેકટરીમાં મુકવામાં આવેલા લાકડાની સીટો સહિત તમામ વસ્તુઓ બળી ગઈ હતી. તેમજ ભારે આગને પગલે લોખંડની એંગલો મારીને પતરાનો શેઢ બનાવવામાં આવ્યો હતો તે પણ ઢળી પડ્યો હતો. જેના કારણે ભારે નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો