વિજિલન્સનો દરોડો:આણંદ જિલ્લામાં 50 વીજ મીટરમાં ચોરી ઝડપાતા રૂા.5.59 લાખનો દંડ

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 હજાર યુનિટની ચોરી કરાયાનું ખુલ્યું

આણંદ શહેર સહિત જિલ્લામાં વીજચોરી અટકાવવાના ભાગરૂપે એમ.જી.વી.સી.એલની વિજિલન્સ ટીમોએ સતત 2 દિવસથી દરોડા પાડવામાં આવ્યાં હતા.ત્યારે કુલ 333 વીજ કનેકશનમાંથી 50 વીજ ધારકોને રંગેહાથ વીજચોરી કરતાં ઝડપી પાડીને રૂ.5,59,589 લાખનો દંડ ફટકારાયો હતો.જેને લઇને વીજ ચોરી કરતા તત્વોમાં સોંપો પડી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આણંદ, વિધાનગર, ઉમરેઠ સહિત ખંભાત, પેટલાદ પંથકમા એમજીવીસીએલની વિજિલન્સની 27 જેટલી ટીમોએ દરોડા પાડીને વીજ ચેકિંગ કરાયું હતું.જેમાં ઘરવપરાશ, ઉદ્યોગો, વાણિજ્ય, ખેતીવાડીના કુલ 333 કનેકશનો ચેક કરાયા હતા.

જે પૈકી 50 જેટલા વીજ ધારકોએ ડાયરેક્ટર લંગર નાંખી, ખેતીવાડીના વીજ મીટરોમાં ટેટા મુકીને વીજ લોડ વધારવો સહિત જુદા જુદા નુસખા અપનાવી વીજ ચોરી કરવામા આવતી હોવાનું તપાસમાં ખૂલવા પામ્યું હતું. 50 વીજ ગ્રાહકો દ્વારા 14,269 યુનિટની વીજચોરી કરાઇ હોવાથી અધિનિયમ મુજબ 5,59,589 લાખનો દંડ ફટકારાયો હતો.જેને લઈને વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ જોવા મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...