કૌભાંડ:આણંદના 9 દુકાનદારોે પાસેથી 55.37 લાખનો દંડ વસુલાયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડુપ્લીકેટ ફીંગર પ્રિન્ટ આધારે અનાજ સગેવેગે કરનારા

આણંદ શહેરની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો હાઇટેક ટેકનોલોજી અપવાનીને 9 દુકાનદારોએ ડુપ્લીકેટ ફિંગરપ્રિન્ટ દ્વારા સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ગત ડિસેમ્બરમાં સાયબર ક્રાઇમ પોલીસ અમદાવાદે ઝડપી પાડયું હતું. આણંદ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલા બામણીયાએ આ કૌભાંડમાં સંડોવાયેલા દુકાનદારોના પરવાના તાત્કાલિક અસર 90 દિવસ માટે રદ કરીને આગળની તપાસ હાથધરી છે. ત્યારબાદ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણિયાએ આણંદ શહેર મામલતદાર કેતનભાઇ રાઠોડના નેતૃત્‍વમાં ચાર ટીમો બનાવી હતી.

આ ચાર ટીમો દ્વારા તપાસ પૂર્ણ થતાં આણંદ શહેરના મામલતદારકેતનભાઇ રાઠોડે જિલ્‍લા પુરવઠા અધિકારી ગોપાલ બામણિયાને આણંદ શહેરની આ નવ દુકાનો દ્વારા આચરવામાં આવેલી વિવિધ ગંભીર ગેરરીતિઓને ધ્યાને લઇને શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલના આધારે આણંદ શહેરની આ નવ દુકાનદારોના સંચાલકોને કારણદર્શક નોટીસ પાઠવી સુનાવણી યોજવામાં આવી હતી. તેમાં ગેરરીતી જણાતા તમામના કાયમી માટે પરવાના રદ કર્યા છે. આ નવા દુકાનદારોને રૂા.54,92,723/-નો દંડ તથા પરવાના અનામતની રકમ રૂા. 45,000/- મળી કુલ રૂા. 55,37,723-નો દંડ વસુલ કરવામાં આવ્યા છે.

કયા દુકાનદાર પાસેથી કેટલો દંડ વસુલાયો
જોઇતરામ કે. સરગરાને રૂા.10,54,921/-નો દંડ અને રૂા. 5 હજાર અનામત મળી કુલ રૂા. 10,59,921/-, રમેશચંદ્ર અફ. મોહનાનીને રૂા. 11,45,631/- અને રૂા. 5 હજાર મળી કુલ રૂા. 11,50,631/-, પ્રફુલભાઇ એમ. ઠાકોરને રૂા. 3,65,923/- અને 5 હજાર મળી કુલ રૂા. 3,70,923/-, ચેતનકુમાર એમ. તુલસાણીને રૂા.3,35,844- અને રૂા.5 હજાર મળી કુલ રૂા. 3,40,844/-,મનહરભાઇ કે. સોલંકીને રૂા.3,63,267/- અને રૂા.5 હજાર મળી કુલ રૂા. 3,68,267, મેનેજર, રેલ્વે એમ્પ્લો.ક. કો.ઓ.હા.સો.લિ.,ને રૂા.2,07,647 અને રૂા. 5હજાર મળી કુલ રૂા. 2,12,647, વિનોદભાઇ આર. વાઘેલાને રૂા. 7,90,822/- અને રૂા. 5 હજાર મળી કુલ રૂા. 7,95,822/-, દિલીપભાઇ એન. પટેલને રૂા. 7,64,661- અને રૂા. 5 હજાર મળી કુલ રૂા. 7,69,661/-, ગંગારામ એસ. વસાવાને રૂા. 4,64,008- અને રૂા. 5 હજાર મળી કુલ રૂા. 4,69,008/-ની વસુલાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...