તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

150 કરોડનો પ્રોજેક્ટ:આણંદ શહેરના 5 લાખ લોકોને પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવામાં આવે તેવો ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરાશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં હાલમાં બોર કુવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. જે ક્ષાર યુક્ત અને 900થી વધુ TDS ધરાવતું હોવાથી નગરજનો પથરી અને હાડકા જકડાઈ જવા જેવી બીમારીઓથી પીડાય છે. - Divya Bhaskar
આણંદ શહેરમાં હાલમાં બોર કુવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. જે ક્ષાર યુક્ત અને 900થી વધુ TDS ધરાવતું હોવાથી નગરજનો પથરી અને હાડકા જકડાઈ જવા જેવી બીમારીઓથી પીડાય છે.
  • પાલિકા દ્વારા મહીનદીમાંથી 24 કિમી પાઇપ નાખી પીવા માટે પાણી લાવવા માટે 150 કરોડનો પ્રોજેકટ તૈયાર કરીને મંજૂરી માટે મોકલાયો

શહેરની 2.10 લાખની વસ્તી ધરાવે છે.તેઓને પીવાનું પાણી પુરૂ પાડવા માટે 9 જેટલા બોર કાર્યરત છે. પરંતુ આ પાણી હાલમાં પીવા લાયક નથી. તેમજ બોરના પાણી દરવર્ષે નીંચા ઉતરી રહ્યાં છે. તેમજ 900 ટીડીએસ ધરાવતું અને ક્ષારયુકત પાણી શહેરને મળે છે.જેના કારણે સાંધા,પથરી સહિતની બિમારી ભોગ બંને છે.તેને ધ્યાને લઇને નગરપાલિકાના સત્તાધિસો દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત નગરજનોને પીવાનું શુધ્ધ ફિલ્ટર યુકત પાણી મળી રહે તે માટે 150 કરોડના ખર્ચે મહીનદીમાં પાણી લાવવાનો પ્રોજેકટ તૈયાર કરીને રાજય સરકારમાં મંજૂરી માટે મોકલી આપ્યો છે. જે મંજૂર થઇને આવતાં સત્વરે કામગીરી હાથધરવામાં આવશે આગામી ત્રણ થી પાંચ વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ શહેરની હાલની વસ્તીને ધ્યાને રાખીને જુદા જુદા બોર દ્વારા 70 લાખ લીટર વધુ પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ આગામી ત્રણ દાયકામાં આણંદની વસ્તી 5 લાખ પાર કરે તેવી સંભાવના છે.ત્યારે નગરજનોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સ્વજલધારા યોજના હેઠળ નગરજનો ફિલ્ટર યુકત પાણી પુરૂ પાડવા માટે 2 કરોડ લીટર વધુ સમતા ધરાવતો પ્લાન્ટ બનાવવા માટે પ્રોજેકટ તૈયાર કર્યો છે. રાજય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત 150 કરોડો પ્રોજેકટના રીપોર્ટ તૈયાર કરીને દરખાસ્ત માટે મોકલી આપવામાં આવ્યો છે. જેનો લાભ આગામી સમયમાં આણંદ શહેરની જનતાને ઉપલ્બધ થશે. તેમ સુત્રોએ જણાવ્યું છે.

ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થતાં આણંદ નગરપાલિકાના ખર્ચનું ભારણ પણ ઘટશે
આણંદ શહેરમાં હાલ બોર દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ બોરના પાણી દરવર્ષે નીંચા ઉતરી રહ્યાં છે. તેમજ ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે.તેના કારણે વારંવાર બોર જામ થઇ જવાના બનાવો બંને છે.તેના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં બે ત્રણ વર્ષે આ પરિસ્થિતીનું પુનઃ નિર્માણ થાય છે.તેના કારણે પાલિકા ખર્ચનું ભારણ વધે છે. જો ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થઇ ગયા બાદ આ સમસ્યાનો અંત આવશે.

મહીનદીમાં 24 કીમીની લાંબી પાઈપ નાંખીને પાણી આણંદ શહેરમાં લાવવામાં આવશે
આણંદ શહેરની પીવાનું શુ્ધ્ધ ક્ષાર અને ટીડીએસ વિનાનું પાણી મળી રહે તે માટે જલ સે નલ યોજના અંતર્ગત 150 કરોડો મહી નદીમાં પાણી લાવીને ફિલ્ટર પ્લાન્ટમાં પાણી શુધ્ધ કરીને પીવાનું પાણી આપવામાં માટે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં મહીનદી થી આણંદ સુધી 24 કિમીની પાઇપ લાઇન નાંખીને ઉમાભવન ની આસપાસ કે કોઇ અન્ય જગ્યાએ વિશાળ ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરવામં આવશે. > ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, આણંદ

અન્ય સમાચારો પણ છે...