ખંભાત શહેરમાં રહેતા કડિયા કામ કરતાં ભાવિનકુમાર સિંધા પોતાની નાની દિકરીને ડૉકટર બનવાની ખેવના ધરાવે છે. તેની જાણ થતાં ભાવિનકુમારે તમામ મોઝશોખ છોડીને દિકરી મેઘનાના અભ્યાસ પાછળ મજૂરીમાં મળતાં નાંણા ખર્ચ કરીને,સારૂ શિક્ષણ અપાવવા માટે સતત પ્રયત્ન શીલ રહેતા હતા.
ખંભાતની એસ.ડી.કાપડિયા હાઈસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી સિંધા મેઘના ભાવિનકુમારે બોર્ડની પરીક્ષામાં 600માંથી 582 ગુણ મેળવી 99.84 પી.આર સાથે એ-વન ગ્રેડ મેળવી જિલ્લાના ટોપ 10માં સ્થાન મેળવવા સાથે ખંભાત તાલુકામાં પ્રથમ સ્થાન હાંસલ કરી શાળા, પરિવાર,ખંભાતનું ગૌરવ વધાર્યું છે. પિતાની કાળી મહેનત મજૂરીના નાંણા એડે ના જાય તે માટે સતત વાંચન થકી મેઘનાએ ઉચ્ચ ટકાવારી મેળવીને પિતાની મહેનત રંગ રખાયો છે.
ધો-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં આણંદજિલ્લાનું 2020 કરતાં 5.19 વધારા સાથે 60.62 ટકા પરિણામ આવ્યું છે. જયારે 2020માં માત્ર 31 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં ઉર્તિણ થયા હતા.જયારે ચાલુવર્ષે 298 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે.આમ 2020 કરતાં 10 ઘણા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં ઉત્તિર્ણ થયા છે. છેલ્લાં 10 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 298 એવન ગ્રેડ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. જ્યારે જિલ્લામાં 30 ટકા ઓછું પરિણામ 27 શાળાઓનું આવ્યું છે. જ્યારે ઉમરેઠ શહેરની એક શાળામાં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ઉમરેઠ શહેરની સ્વામી માયાધિતાનંદ સ્કૂલના તમામ વિદ્યાર્થી નાપાસ
ઉમરેઠમાં આવેલી સ્વામી માયાધિતાંનંદ શાળામાંથી 2022 માર્ચમાં ધો -10 બોર્ડની પરીક્ષામાં 25 વિદ્યાર્થીઓ બેઠા હતા. જો કે આજે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તે તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રાજયમાં પ્રથમ એવી શાળા હશે કે એક શાળામાં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર કર્યા હશે.
આણંદ જિલ્લાની 27 શાળાઓનું 30%થી ઓછું પરિણામ
આણંદ જિલ્લાની 312 શાળાઓમાંથી ધો10ની પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 27 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. જેમાં 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 7 શાળા, 11 થી 20 ટકા પરિણામ ધરાવતી 5 શાળા અને 21 થી 30 ટકા પરિણામ ધરાવતી 15 શાળાઓનો સમાવેશ થાય છે.
મારે શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવુ છે - તન્નુબેન
આણંદ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાના પરિણામ આજે આવતા તેમાં બોરસદ સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતી તન્નુબેન ભુપેન્દ્રભાઈ પટેલ(હાલ રહે વાસદ)ની વિદ્યાર્થીને જણાવ્યું હતું કે મારે શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવુ છે અને દેશની સેવા કરવી છે. ધોરણ 10ની શરૂઆતથી જ કેટલા વાગે અભ્યાસ કરોવો કેટલા વાગે વાંચન કરવું કેટલા વાગે લેખન કરવુ તદુપરાંત અભ્યાસને લગતું તમામ ટાઈમ ટેબલ બનાવ્યું હતું અને તે મુજબ તેમણે સમગ્ર આયોજન કરતા તદુપરાંત શાળા દ્વારા પણ સારામાં સારું સમય ફાળવીને મહેનત કરવામાં આવતા આજે આણંદ જિલ્લામાં પ્રથમ નંબરે આવેલ હોવાથી ગૌરવની લાગણી અનુભવું છું.
મારા આદર્શ ગુરૂ મહંત સ્વામી છે - હિર રાઠોડ
આણંદ શહેરમાં નૉલેજ સ્કૂલની વિદ્યાર્થી હિર ગૌરાંગ રાઠોડે જણાવ્યું હતું કે, મારા આદર્શ ગુરૂ મહંત સ્વામી છે. જેઓના આર્શીવાદ અને પ્રેરણાથી હું પ્રથમક્રમે આવી છું મારી મહેનત પાછળ મારા ગુરૂ અને માતા પિતાનો સહયોગ સારો રહ્યો હતો. કોરોના કાળ દરમિયાન પણ વાંચનની ટેવ અને હાડવર્કરને કારણે અગ્રેસર સ્થાન મેળવવા બદલ ગૌરવની લાગણી અનુભવી રહી છું.
આણંદ જિલ્લાનું ગ્રેડ વાઇઝ પરિણામ
આણંદ જિલ્લામાંથી ધો-10 બોર્ડની પરીક્ષામાં 27785 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં A-1માં 298, A-2માં1313, B-1 માં2805, B-2માં4047, C-1માં 4819, C-2માં3282, Dમાં 279, E-1માં 6139, E-2માં 4802 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે.
આણંદ જિલ્લાનું કેન્દ્ર દીઠ પરિણામ | |||
કેન્દ્ર | ટકા | કેન્દ્ર | ટકા |
આણંદ | 61,27 | આંકલાવ | 63.62 |
બોરસદ | 72.44 | ખંભાત | 56.37 |
નાર | 59.89 | પેટલાદ | 61.57 |
સારસા | 51.48 | ઉમરેઠ | 56.42 |
વિદ્યાનગર | 71.03 | ભાદરણ | 67.54 |
વાસદ | 63.01 | ચાંગા | 66.52 |
કરમસદ | 61.71 | મોગર | 32.99 |
આસોદર | 56.07 | તારાપુર | 63.25 |
ઉંદેલ | 53.58 | સોજિત્રા | 51.67 |
ઓડ | 55.58 | નાવલી | 65.98 |
અલારસા | 59.6 | દહેવાણ | 68.74 |
બોચાસણ | 67.3 | બોરીયાવી | 65.74 |
સુણાવ | 59.51 | જીણજ | 60.9 |
રાસ | 61.81 | બિલપાડ | 60.71 |
સામરખા | 29.68 | થામણા | 56.87 |
નાપાડ | 52.31 | મહેળાવ | 40.69 |
અડાસ | 35.27 | કોસિન્દ્રા | 64.42 |
શીલી | 77.2 | ભેટાસી | 77.78 |
ધુવારણ | 45.15 | ઈન્દ્રણજ | 81.48 |
બામણવા | 51.4 | સુરેલી | 48.78 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.