કાર્યવાહી:પત્ની સાથેના પૂર્વના આડા સંબંધને લઈ પિતા-પુત્રનો યુવક પર હુમલો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદના વજેડીયાવાડ સ્થિત ઘટનામાં શહેર પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો

બોરસદના વજેડીયાવાડમાં પત્ની સાથેના પૂર્વ સંબંધોને લઈને પતિ અને તેના પિતાએ દાંતીથી યુવક પર હુમલો કરતાં સમગ્ર મામલો બોરસદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ અંગે વજેડીયાવાડામાં રહેતા અને ભજીયાની લારી ચલાવી ગુજરાન ચલાવતાં 54 વર્ષીય મફતભાઈ પૂનમભાઈ પરમારે બોરસદ શહેર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના અપરણિત પુત્ર ધવલને શાભઈ ભીમસંગ પરમારની પત્ની સાથે થોડાં સમય અગાઉ પ્રેમ સંબંધ હતા.

જે અંગેની જાણ બંનેના પરિવારજનોને થતાં તેમણે બંનેને સમજાવી બંને પરિવારે સમાધાન કર્યું હતું. દરમિયાન, બીજી તરફ ધવલને તેમણે તેમની કોટણા ગામે પરણાવેલી તેમની દીકરીના ઘરે મોકલી દીધો હતો. દિવાળીનો તહેવાર આવતો હોય ધવલ તેમના ઘરે આવ્યો હતો. ગત 31મીએ તે સવારે પિતાની ભજીયાની લારીએ તેના ભાઈ પિતા અને દાદા પૂનમ સાથે ઊભો હતો.

એ સમયે શાભઈ અને ભીમસંગ બંને ત્યાં આવી પહોંચ્યા હતા અને મારી પત્નીને કેમ અકળાવે છે તેમ કહી અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત પિતા-પુત્રે બંનેએ દાંતી વડે તેના પર હુમલો કર્યો હતો. જેમાં ધવલ ઉપરાંત મફત અને પૂનમને ઈજા પહોંચી હતી. હાલમાં તમામ ઈજાગ્રસ્તની હાલત સ્થિર છે. પોલીસે હુમલાખોર પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...