ઉમરેઠ તાલુકાના બેચરી ગામના ખેડૂત ભગવતભાઇ પટેલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી વીઘે 30 હજાર ખર્ચ છતાં જોઇ તેટલું ઉત્પાદન મળતું ન હતું. પરંતુ પ્રાકૃતિક જીવામૃતના ઉપગોય થખી રૂા 12 હજાર ખર્ચમાં શાકભાજીની બમણી આવક મળે છે.
પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવતા ઉમરેઠ તાલુકાના બેચરી ગામના પ્રગતિશીલ ખેડૂત ભગવતભાઈ પટેલ જણાવે છે કે, ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી ખર્ચો વધુ થતો હતો, જમીનની ગુણવત્તા દિવસેને દિવસે ખરાબ થતી જતી હતી, તેમજ ઉત્પાદન પણ ઘટતું જતું હતું. આથી મેં બે - ત્રણ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી માટે તાલીમ લઈને મારી જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. મેં શરૂઆતમાં શાકભાજીની વાવ્યા ત્યારે ઘણા ખેડૂતો એવું માનતા હતા કે, પ્રાકૃતિક ખેતીથી શાકભાજી થઈ ના શકે, પરંતુ મેં જીવામૃતના છંટકાવથી શાકભાજીના પાકને રોગ મુક્ત રાખીને ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું, તેમજ માર્કેટમાં પણ તેનો ખૂબ સારો ભાવ પણ મળ્યો.
અત્યારે મારા ખેતરનું બધું જ ઉત્પાદન રાજસ્થાન, દિલ્હી અને જમ્મુ જાય છે, જેને જમ્મુ પહોંચતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગે છે, પરંતુ આ શાકભાજી પ્રાકૃતિક હોવાથી ઉત્પાદન બગડતું નથી અને ભાવ પણ સારો મળે છે. પ્રધાનમંત્રીએ ખેડૂતોની આવક બમણી કરવા આહવાન કર્યું છે, ત્યારે આપણી પાસે જમીન ઓછી છે તો, તેમાં આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને ઉત્પાદન વધારવું જોઈએ. તેમ જણાવી તેમણે તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.